વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગાંધી ચોક અને વોર્ડ નં-૫ની ગટરોની સફાઇ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ગાંધી ચોક તેમજ વોર્ડ નં-૫ના વિસ્તારની ગટરની તેમજ ભિડીયા હાઈવેની સાફ-સફાઇ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા ગાંધી ચોક, વોર્ડ નં-૫ વિસ્તારની ગટરોમાંથી કચરો-ગંદકીને દૂર કરીને ગટરોની સાફ-સફાઇ કરવામાં આવી હતી. તેમજ, ભિડીયા હાઈવેની પણ સાફ સફાઇ કરવામાં આવી હતી.

Read More

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી કિંદરવાના ગ્રામજનોને મળ્યો સરકારની વિવિધ યોજનાઓનો લાભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વેરાવળ તાલુકાના કિંદરવા ગામે પહોંચ્યો હતો. જ્યાં કિંદરવાના ગ્રામજનોને મહાનુભાવના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ અવસરે ઉપસ્થિત ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું હતું. આ તકે, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જિલ્લાના ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે એક જ જગ્યાએ મળી રહે તેવી વ્યવસ્થા એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા.. વર્ષ ૨૦૪૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિકસિત બનાવવાની…

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ગીર-સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલથી બે દિવસની ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમના પ્રવાસના પ્રથમ દિવસે ચાંડુવાવ ખાતે સાંજે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં સહભાગી થઈ ગ્રામજનોને માર્ગદર્શિત કરશે. બીજા દિવસે સવારે તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પૂજા-અર્ચન કરશે ત્યારબાદ તેઓ તેઓના આગળના કાર્યક્રમ માટે જૂનાગઢ જવા પ્રસ્થાન કરશે.

Read More

ભાવનગર શહેરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો બીજો દિવસે વિવિધ યોજનાઓનાં સ્ટોલ મારફત લોકો સીધા જ યોજનાકીય લાભ મેળવ્યો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર કેંન્દ્ર અને રાજ્ય સરકારનાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી અનેક યોજનાકીય લાભો નાગરિકોને ઘર આંગણે મળી રહ્યાં છે. જે અંતર્ગત ભાવનગર શહેરનાં દક્ષિણ સરદારનગર – અધેવાડા વોર્ડનાં નાગરિકોએ સરદારનગર ખાતેની શાળા નં.૭૩ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને વધાવી શહેરી વિસ્તારમાં ઘરઆંગણે જ સરકારની વિવિધ યોજનાઓનાં સ્ટોલ મારફત લોકો સીધા જ લાભ મેળવ્યો હતો. આ લાભો ઘરાઅંગણે જ ઉપલબ્ધ બનતા વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા સરકાર ની આ પહેલને બિરદાવી હતી.

Read More

ભાવનગરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન અનેકવિધ યોજનાકીય લાભો નાગરિકોને મળી રહ્યા છે. ભાવનગરના નાગરિકોએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને વધાવી લીધી હતી. ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે શહેરી વિસ્તારમાં ઘરઆંગણે આવી રહેલા આ રથ મારફતે નાગરિકો વિવિધ બાબતોથી માહિતગાર થઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે. વિવિધ પ્રકારની યોજનાઓના સ્ટોલ મારફત લોકો સીધા જ લાભ મેળવી રહ્યા છે તો નાગરિકો અનેક યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.   સવારે ઉત્તર સરદારનગરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કાર્યક્રમ ડો. હેગડેવાર પ્રાથમિક શાળા નં-૭૨ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જ્યારે…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૩૦ નવેમ્બરના રોજ દેશભરમાં ઓનલાઇન સંવાદ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભારત સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર જિલ્લામાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ ફરી રહી છે. ત્યારે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દભાઈ મોદીના સંવાદનો કાર્યક્રમ તા. ૩૦/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે  જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં નક્કી કરાયેલ ગામોમાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન તા. ૩૦ ના સવારે ૧૧ વાગ્યે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.   આ સંવાદનું જીવંત પ્રસારણ https://pmindiawebcast.nic.in પર નિહાળી શકાશે.

Read More

ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા. ૨૯ નવેમ્બરના રોજ ફરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે.  જેમાં આવતીકાલે તા.૩૦/૧૧/૨૦૨૩ નાં મહુવા તાલુકાનાં વિસાવદર અને ગઢાળી, પાલિતાણા તાલુકામાં ભુતિયા અને અનિડા(લાખાવડ), શિહોર તાલુકામાં ઘાંઘળી અને ભાણગઢ, ભાવનગર તાલુકાનાં અધેળાઇ અને જસવંતપુર, વલ્લભીપુર તાલુકામાં મેલાણા અને દુદાધાર, તળાજા તાલુકામાં ઉંચડી અને મંગેળા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે. આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તાલુકાનાં અધેળાઇ ગામ ખાતે ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, પાલિતાણા તાલુકાનાં…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તળાજા તાલુકાના પાવઠી ગામે પહોંચ્યો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા  હિન્દ ન્યુઝ, ભાવનગર આજરોજ તા.૨૯-૧૧-૨૦૨૩ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો શુભારંભ પાવઠી મુકામેથી શરૂ કરવામાં આવેલ. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઇ સોલંકીના અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં પ્રાંત અધિકારી તેમજ ભાજપ તળાજા પ્રમુખ જોરસીંગભાઇ પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ ભાજપ તળાજા મહામંત્રી ધીરુભાઈ મકવાણા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ ડોડીયા તેમજ જિલ્લા સદસ્ય મુકેશભાઈ મકવાણા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ તાલુકો પંચાયતના સદસ્યો તેમજ સરપંચ હિંમતભાઈ બારૈયા તેમજ તલાટી કમમંત્રી રમેશભાઈ ધાંધલીયા તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય નટુભાઈ મકવાણા તેમજ પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટ કર્મચારી ઓ…

Read More

સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શહેરના વિવિધ સ્થળોએ જાહેર ટોઈલેટની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ        ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત રાજકોટ શહેરની સ્વચ્છતા વિષયક કામગીરી અને આનુસાંગિક વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ ૧૫/૧૦/૨૦૨૩ થી ૧૬/૧૨/૨૦૨૩ સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શહેરના વિવિધ જાહેર ટોઈલેટની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે ઇન્દિરા સર્કલ ટોઈલેટ, કે.કે.વી ચોક ટોઈલેટ, લક્ષ્મીનગર હોકર્સ ઝોન ખાતે આવેલ ટોઈલેટ, રેસકોર્ષ રીંગ રોડ પર ઇન્કમટેક્ષ ઓફીસ સામે ટોઈલેટ, રેસકોર્ષ રીંગ રોડ પર ફન વર્લ્ડ પાસે આવેલ ટોયલેટ…

Read More

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૮/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૮ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ   રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે.   ક્રમ નં. તારીખ પકડેલ પશુઓની સંખ્યા ૧. ૨૩-૧૧-૨૦૨૩ ૩૯ પશુઓ ૨. ૨૪-૧૧-૨૦૨૩ ૪૪ પશુઓ ૩. ૨૫-૧૧-૨૦૨૩ ૪૮ પશુઓ  ૪. ૨૬-૧૧-૨૦૨૩ ૨૪ પશુઓ  ૫. ૨૭-૧૧-૨૦૨૩ ૩૧ પશુઓ  ૬. ૨૮-૧૧-૨૦૨૩ ૩૨ પશુઓ  રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા પશુઓ નીચેના વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે.  રાજકોટ શહેરના રૈયાનાકા ટાવર, રામનાથપરા, લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલ. મેઈન રોડ, મવડી મેઈન રોડ, રૈયાધાર સ્લમ ક્વાર્ટર,…

Read More