હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે. આ માટેના જરૂરી દિશાનિર્દેશો મહેસૂલ વિભાગને આપ્યા છે.
આ માટે, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવામાં આવશે. પ્રમોલગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે સાત કેટેગરી નિયત કરવામાં આવી છે. ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે.
રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના જરૂરી દિશાનિર્દેશ મહેસૂલ વિભાગને આપ્યા છે.
આ નિર્ણયને પરિણામે, ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા થશે અને ‘ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ’ને વેગ મળશે. નાગરિકોને સુશાસનની સચોટ અને અસરકારક અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
