હિન્દ ન્યુઝ, જામનગર એશિયાની સૌથી પ્રતિષ્ઠિત અને પડકારજનક સાહસિક રમત સ્પર્ધાઓ પૈકીની એક એવી ‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-૨૦૨૬’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-૨ તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળ ખાતે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય વિજય સાથે તેઓએ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા સમગ્ર ગુજરાતના પ્રથમ કયાકર બનવાનું બહૂમાન મેળવ્યું છે. કેરળના કોઝિકોડ જિલ્લાના ચાલીપુઝા અને ઇરુવાઝિંજી નદીઓના અતિ તીવ્ર અને ખતરનાક રેપિડ્સ પર…
Read MoreDay: August 8, 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલેગામ ખાતે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો
હિન્દ ન્યુઝ, ડાંગ ગિરિમથક સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, ગિરિમથકની તળેટીમાં આવેલા માલેગામ ખાતે સરપંચના ઘરે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો હતો. ખૂબ જ સાદગી અને સરળતા સાથે ગ્રામીણ પરિવારના ઘરે એક આમ આદમીની જેમ શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરીને નાયબ મુખ્યમંત્રીશ્રી એ તેમની સાદગીનો પરિચય આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ.જયરામ ગામીત, ધારાસભ્ય સ્થાનિક પદાધિકારીઓ સહિત કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક સુ પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreકાલાવડના બોડી ગામની મુલાકાત લઈ કલેક્ટર પી.બી.પંડ્યાએ દફતર તપાસણી, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા
હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ તાલુકાના બોડી ગામે વિવિધ પ્રશાસનિક અને વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવા અંગેની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા દ્વારા ગામની શાળા, આંગણવાડી, સરકારી રેકર્ડ તેમજ ગ્રામીણ સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામની આંગણવાડી તથા પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં રૂબરૂ જઈને બાળકો સાથે સહજતાથી વાતચીત કરી હતી અને તેમના શૈક્ષણિક સ્તર તથા જ્ઞાનની ચકાસણી કરી હતી. આ તકે તેમણે શિક્ષકો સાથે વિગતવાર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું સીમિત ન રહેતા શિક્ષણની સાથે-સાથે રમત-ગમત, સાંસ્કૃતિક અને અન્ય…
Read Moreજિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં રૂ.૨.૯૯ કરોડના ખર્ચે નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ‘કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડીંગ (સી.ડી.પી.૩)’ યોજના હેઠળ રૂ. ૨.૯૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદશ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જનતાની સેવામાં સમર્પિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી, સરળ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી બને તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવન રૂ.૨.૯૯ કરોડના ખર્ચે તૈયાર કરવામાં…
Read Moreવન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી ખાતે થશે જિલ્લા કક્ષાના ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, જામનગર આગામી ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ ‘સ્વાતંત્ર્ય દિન’ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને યાદગાર, સુચારુ અને શિસ્તબદ્ધ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓની પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર પી.બી.પંડ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિભાગવાર ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે…
Read More