હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઈણાજ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના વિવિધ પ્રવાસ સ્થળોનો વિકાસ કરવા તેમજ લોક સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરવાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરએ માધવરાય મંદિર પ્રાચી ખાતે એપ્રોચ રોડ બનાવવા અને ઓમનાથ મહાદેવ ઉંબામાં વિકાસલક્ષીકાર્યો હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી.
નિવાસી અધિક કલેકટર રાજેશ આલે વિવિધ પ્રવાસન સ્થળોનાં વિકાસ કરવા માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની વિગતવાર માહિતી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોષી, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.