હિન્દ ન્યુઝ, વડોદરા વિદેશમાં વસવાટનો મોહ છોડી પોતાના વતન વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે સ્થાયી થયેલા નયનાબેન દવે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક કૃષિ થકી જમીન અને માટીની સાધના કરી રહ્યા છે. રાસાયણિક ખાતો અને જંતુનાશકોનો ઉપયોગ વિના તેમના દ્વારા થતી પ્રાકૃતિક કૃષિને પરિણામે ગુજરાતમાં સૌથી વધુ ઓર્ગેનિક કાર્બન ધરાવતી જમીનો પૈકીના એક ખેડૂત બન્યા છે. નયનાબેનની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવનશૈલી નિહાળી તેમને ‘કૃષિના ઋષિ’ કહેવાનું મન અચૂક થઇ આવે ! વ્યારા ગામે કામધેનુ ગૌશાળા અને વાડી ધરાવતા ૬૩ વર્ષીય ખેડૂત નયનાબેન દવેની વાત નિરાળી છે. તેમના…
Read MoreDay: November 14, 2024
સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા પંચાયતના ઓડિટોરીયમ હોલ ખાતે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રા. શાળાના ૭૭ વય નિવૃત શિક્ષકોને મહાનુભાવોના સાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. સાથે જિલ્લા પંચાયત હેઠળના વય નિવૃત થયેલ તથા અવસાન પામેલ હોય તેવા શિક્ષકોને નિવૃતિ વિષયક લાભ જેવા કે, રજા પગાર, જુથવીમા રકમ, જી.પી.ફંડ તથા પેન્શન જેવા લાભો ચુકવવાને અગ્રીમતા આપી બાકી લાભો જેમાં જી.પી.એફ.ના ૬૧ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૧૦,૦૦ કરોડ, જુથવીમાના ૧૭૩ કેસોનો નિકાલ કરી અંદાજિત રૂ.૨.૦૦ કરોડ અને રજા રોકડ રૂપાંતરનાં ૪૧ કેસોનો નિકાલ કરી રૂ.૩.૮૫ કરોડની ચુકવણી કરીને કુલ મળીને…
Read Moreવિશ્વ શાંતિ અર્થે વિશ્વપદ યાત્રી અવધ બિહારી લાલની ટીમ પરિભ્રમણ કરતા રાજકોટ ખાતે આવી પહોંચી
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને વિશ્વ શાંતિ અર્થે વિશ્વપદ યાત્રી અવધ બિહારી લાલની ટીમ વિવિધ રાજ્યોના પ્રવાસાર્થે પરિભ્રમણ કરતા રાજકોટ ખાતે આવી પહોંચી છે. આ ટીમનું કલેકટર પ્રભવ જોશીએ સ્વાગત અને અભિવાદન કર્યું હતું. અહીં તેઓ તા. ૧૪ સુધી રોકાણ કરી છાત્રો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે કાર્યક્રમો યોજી જનકલ્યાણકારી યોજનાઓનો પરામર્શ કરશે. ઉત્તર પ્રદેશના લખીમપુરના અવધ બિહારી લાલ દ્વારા વર્ષ ૧૯૮૦ માં વિશ્વશાંતિ વિશ્વપદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ તેમની ટીમમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ, ગોવિંદ નંદ સહીત ૨૦ સભ્યોની ટીમ…
Read Moreકણકોટ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs) અને નેટ ઝીરો રેડીનેસ અને વિકસિત ભારત’ અંગે વર્કશોપ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટમાં સરકારી ઇજનેરી કોલેજ, કણકોટ ખાતે ‘માઇક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝીસ (MSMEs) અને નેટ ઝીરો રેડીનેસ અને વિકસિત ભારત’ અંગે વર્કશોપ આઈ.આઇ.ટી., ગોવાના પ્રોફેસર (રીટાયર્ડ આઇ.એ.એસ.) સુદીપ કે. નાયકની અધ્યક્ષતામાં યોજાયો હતો. સુદીપ કે. નાયકે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની એમ.એસ.એમ.ઈ. ઈકો સપોર્ટ સિસ્ટમ ખુબ જ મહત્વની છે. સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબરનું સાંથી મોટુ એમ.એસ.એમ.ઈ. સેક્ટર રાજકોટ છે. નેટ ઝીરો પોલીસી જેટલી ઝડપથી એમ.એસ.એમ.ઈ. સેક્ટરમાં અમલી બનશે તેટલી ઝડપથી કાર્બન ન્યુટ્રાલીટી ઘટાડી શકાશે. કોઈપણ વસ્તુને રી-યુઝ અને રી-સાયકલ કરવાથી તેની કાર્બન ફુટપ્રિન્ટ…
Read Moreરાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના અધ્યક્ષસ્થાને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ હેડ પોસ્ટઓફિસમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવના અધ્યક્ષસ્થાને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર યોજાઈ હતી. જેમાં કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે હવે પેન્શનધારકોને હયાતીનુ પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર ૭૦ રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી, પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય. પેન્શનધારકોએ…
Read Moreસોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2024ના ત્રીજા દિવસે 3 લાખ જેટલા સેહલાણીઓ પધાર્યા
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળાના ત્રીજા દિવસે મેળાનું સ્વરૂપ પોતાની ચરમસીમાએ પહોંચ્યું હતું. માત્ર ભેગા મળે જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કાર્તિકી પૂર્ણિમાનો મેળો માણવા સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચ્યા હતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવેલ હોય લોકો નિશ્ચિંત પણે મેળામાં પ્રવેશી પોતાના પરિવારો સાથે મેળાનો સાત્વિક આનંદ માણી રહ્યા હતા. ત્રીજા દિવસે મેળાનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવીનો લોક ડાયરો હતો. કિર્તીદાનભાઈ ગઢવીએ સોમનાથ મહાદેવની આરાધનાથી શરૂ કરેલ લોક ડાયરો મધ્યરાત્રી સુધી અનેક જૂના લોકગીતો, ભક્તિ ગીતો, શોર્ય…
Read More