વંથલી માંથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા

વંથલી માંથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા

વંથલી ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર…. ભારત મા બેરોજગારી ભરડો લઈ ગઈ છે, હક્ક માગતા યુવાનો પર પોલિસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામા આવી રહ્યો છે… એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળા ની ભરતી ની લાઇન મા લાગ્યા છે ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે.. રોજ 2-5 હજાર કમાઇ પણ લે છે.. વાત છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની… ગઇ કાલે આરોગ્ય ટીમે વંથલી ના કણઝા ગામે રેઇડ કરી બે ડિગ્રી વગર ના ડોકટરો ને ઝડપી પાડ્યા છે… બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકિ નામના બંને…

Read More

હૈદરાબાદ ગેંગ રેપ પીડિતાને ન્યાય મળતા જામખંભાળિયા ભાજપ ધ્વારા ઉજવણી..

હૈદરાબાદ ગેંગ રેપ પીડિતાને ન્યાય મળતા જામખંભાળિયા ભાજપ ધ્વારા ઉજવણી..

જામખંભાળીયા હૈદરાબાદ માં બનેલ નિર્દય ઘટના માં વેટરનરી ડોક્ટર સાથે સામુહિક દુષ્કર્મ કર્યા પછી હત્યા કરી અને તેને સળગાવી દેનાર ચારે શખ્સોને હૈદરાબાદ પોલીસે શુક્રવારે વહેલી સવારે  એન્કાઉન્ટર કરી ઢેર કર્યા હતા. આ  ઘટનામાં વેટરનરી ડૉક્ટર ને  સાચો ન્યાય મળતા દેવ ભુમી દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને જિલ્લા સદસ્ય મયુરભાઈ ગઢવી, આગેવાનો અને ભાજપ કાર્યકરો ધ્વારા  જોધપુર નાકા પાસે તેલંગાણા પોલીસ જિંદાબાદ ના સૂત્રોચ્ચાર કરી ફટાકડા ફોડી તેલંગાણા પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યું હતુ.

Read More

જામનગરને દસ 108 એમ્બ્યુલન્સની ફાળવણી

જામનગરને દસ 108 એમ્બ્યુલન્સની ફાળવણી

જામનગર, ગત રોજ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી અતિઆધુનિક દસ  ૧૦૮ એમ્બ્યુલન્સની શહેરના જિલ્લા પંચાયત સર્કલ પાસે રાજ્યના નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે  મેયર હસમુખભાઈ જેઠવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સુભાષભાઈ જોષી તથા અન્ય આગેવાનો સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Read More

જૂનાગઢ જિલ્લામાં આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જૂનાગઢ જિલ્લામાં આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. આરેણા ગામમાં સરકારી આયુર્વેદ દવાખાનુ-વિસણવેલ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનુ સુંદર મજાનુ આયોજન થયુ હતુ.આ કેમ્પ જીલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.શાહ સાહેબના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવામાં આરેણા ગામના સરપંચશ્રી સોમાતભાઈ રામ,શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયા,આગેવાનો,આયુર્વેદ પ્રેમીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ કેમ્પમાં રોગપ્રતિકારક તેમજ શક્તિવર્ધક આયુર્વેદ ઉકાળાનુ પાન કરાવવામાં આવ્યુ હતુ.તેમજ આયુર્વેદ ડૉ.શ્રી જે.બી.ખેરાણી સાહેબ દ્વારા જનરલ ઓ.પી.ડી.લેવામાં આવી હતી.જેમા ૧૧૨ જેટલા દર્દીઓની સ્થળ પર…

Read More

કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે ટ્રક અને કાર અકસ્માત થતા પાંચ ના મોત

કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે ટ્રક અને કાર અકસ્માત થતા પાંચ ના મોત

કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે આજરોજ સાંજે પાંચ વાગ્યા ના અરસામાં એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં જામનગર જિલ્લાના પાંચ લોકોનુ કમકમાટી ભર્યુ મોત નીપજવા પામ્યુ છે. આ અકસ્માત માં મોત નીપજનાર પાંચેય લોકો જામનગર ના હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યુ છે. આ ગંભીર અકસ્માત ના પગલે થોડા સમય માટે રસ્તા ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાય હતી. જોકે પોલીસે તાત્કાલિક આવી ટ્રાફિક હળવો કરી વધુ તપાસ હાથ ધરી હતી

Read More

મુન્દ્રાનુ એવર રેડી ટીન વિંગ્સ ગ્રુપ માનવ સેવામાં મોખરે

મુન્દ્રાનુ એવર રેડી ટીન વિંગ્સ ગ્રુપ માનવ સેવામાં મોખરે

એવર રેડી ટીન વિંગ્સ નામનું ગ્રુપ આજકાલની યુવા પેઢી સામાજિક સેવાસેતુ નું ભગીરથ કાર્ય સુપેરે નિભાવી રહી છે. જે મુન્દ્રામાં (કચ્છ) ચાલે છે. જેમાં શહેરીજનોનો પણ ખુબ જ પ્રેરણાદાયી આર્થિક અને શારિરીક સહયોગ આપી માનવ મૂલ્યોને ઉજાગર કરતી આ કેડીને સતત સાથ અને સહકાર પુરો પાડે છે. આજના ડિજિટલ યુગમાં યુવાધન સતત મોબાઇલમાં રચ્યું પચ્યું રહે છે. . એવા સમયગાળામાં તેમને યોગ્ય દિશા તરફ વાળી, એક જૂથ કરીને, પોઝિટિવ માર્ગદર્શન વડે સેવાકાર્યનું જીવતું જાગતું ઉદાહરણ છે. મુન્દ્રાના શિક્ષિતમિત્રોએ શહેરના તરવરિયા વિધાર્થીઓને અને ઉત્સુક મિત્રોને સાથે જોડી આ ગ્રુપની રચના કરી….

Read More

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં મળવાપાત્ર સહાય જોગ

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં  મળવાપાત્ર સહાય જોગ

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં  મળવાપાત્ર સહાય જોગ જામનગર તા.૦૬ ડિસેમ્બર,જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ વર્ષે બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં (ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો અને વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો) સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ખુલ્લા મુકવામાં આવેલ ઓનલાઈન આઈ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતીના દાખલા (અનુસુચીત જાતી માટે),આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયતનિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં ૦૨૮૮ ૨૫૭૧૫૬૫)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં…

Read More

મોટરસાયકલ માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

મોટરસાયકલ માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસન

-વ્હીલર (મોટર સાયકલ) માટેની સીરીજ જીજે-૧૦-ડીએફ ગોલ્ડન સિલ્વર નંબરના   ઇ-ઓકસનમાં ભાગ લેવા અંગે જામનગર તા.૦૫ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ-વ્હીલર (મોટર સાયકલ) માટેની નવી સીરીજ જીજે-૧૦-ડીએફ સીરીજના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૭-૧૨-૨૦૧૯ થી ૧૩-૧૨-૨૦૧૯ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૧૪-૧૨-૨૦૧૯ થી ૧૫-૧૨-૨૦૧૯ના બપોરના ૧૧.૫૯ કલાક સુધી અને ઇ-ઓકશનનું પરિણામ તા.૧૫-૧૨-૨૦૧૯ના બપોરના ૧૨.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે….

Read More

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

👁 ચક્ષુદાન મહાદાન👁 જુનાગઢ જિલ્લાના માંગરોળમાં જેઠવા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન માંગરોળમાં તા.૦૫-૧૨-૨૦૧૯ માગશર સુદ સાતમના રાત્રે જેઠવા પરિવારના સ્વ.શારદાબેન ગોવિંદભાઈ જેઠવા(ઉ.વર્ષ.૬૫) {રહે.કજુ ફળિયા.}કે જેઓ જગદિશભાઈ ગોવિંદભાઈ જેઠવાના માતૃશ્રી થાય છે કે જેઓ આજે સ્વર્ગવાસી થયેલ છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને આથી મેહુલભાઈ દ્વારા જાણ કરતાં રાજેશભાઈ સોલંકી(લોએજ),તેમજ સુમિતભાઈ વાઢિયા(મકતુપુર) દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા.જે ચક્ષુનો સ્વિકાર સુમિતભાઈ વાઢિયાએ કરી શિવમ્ ચક્ષુદાન આરેણાને અર્પણ કરતા આરેણા ગામના અને ડી.ડી.ભારતી આર્ટ &કલ્ચર ચેનલના પત્રકાર…

Read More

જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમની મુલાકત લીધી  

જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે  સાંસદશ્રી પૂનમબેન માડમની મુલાકત લીધી   

જામનગર જિલ્લાના ખેડૂતોએ સાંસદ ભવન દિલ્લી ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમનીમુલાકત લીધી   જિલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર અન્ય રાજ્યોમાં ખેડૂત પ્રવાસ કરવામાં આવ્યો જામનગર તા.૦૪ ડિસેમ્બર, નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગરમારફત તા.૨૩/૧૧/૨૦૧૯થી તા.૦૩/૧૨/૨૦૧૯ દરમિયાન જામનગર જિલ્લાના કુલ ૫૦ જેટલા ખેડૂતોને દિલ્લી, હિમાચલ પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં ખેડૂત પ્રવાસ કરવામાં આવેલ હતો. આ પ્રવાસ દરમિયાન I.A.R.I., W.T.C., આઝાદપુર APMC, સેન્ટર ઓફ પ્રોટ્રેક્ટેડ કલ્ટીવેશન, વાય.એસ.પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટીકલ્સર એન્ડફોરેસ્ટ્રી, ડાયરેક્ટર ઓફ મશરૂમ રીસર્ચ, સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટીટયુટ, સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર વેજીટેબલ, કરનાલ ફાર્મર પ્રોડયુસર…

Read More