સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ૩૫ જેટલા યુવકો એ.સી. અને ફ્રીજની રીપેરીંગ તાલીમ લઇ રહ્યા છે.  ડી.આર.ડી.એ. અને આરસેટી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા…

Read More

કચ્છમાં ૭૦૦થી વધુ મહિલાઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગનાઈઝેશન (F.P.O.) સાથે જોડાઈને ઘર બેઠા મેળવી રહી છે રોજગારી

હિન્દ ન્યુઝ, ભુજ           રાજ્યમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તે માટે વડાપ્રધાનના વિઝન હેઠળ ગુજરાતમાં અનેક કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. પ્રથમ સરહદી જિલ્લા કચ્છમાં મહિલાઓ ખેડૂત ઉત્પાદક સંઘના(એફ.પી.ઓ) માધ્યમથી રોજગારી મેળવી રહી છે.           કચ્છ જિલ્લામાં ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે જિલ્લાની ૭૦૦થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. ફરસાણ, મીઠાઈ વગેરે વસ્તુઓ ઘર બેઠા બનાવીને મહિલાઓ એફ.પી.ઓના માધ્યમથી રોજગારી મેળવી રહી છે. ‘ભુજ મહિલા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ સાથે સંકળાયેલા ભૂમિકાબેન છાભૈયા જણાવે છે કે, ભારત સરકારના એફ.પી.ઓ પ્રોજેક્ટ…

Read More

સખી બહેનોની કલા, પરિશ્રમ અને કર્મનિષ્ઠાને રાજ્ય સરકારનું પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળના એન.આર.એલ.એમ.દ્વારા જામનગરના આંગણે આયોજિત રાજ્ય કક્ષાના સરસમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખુલ્લો મુક્યો હતો અને સરસ મેળાના વિવિધ સ્ટોલસની મુલાકાત લઈ ત્યાંથી ખરીદી કરી સમગ્ર રાજ્યના સખી મંડળોની બહેનોના ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે બહેનો આર્થિક રીતે પગભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરી હતી. અને આ મંડળને લોન, સહાય, તાલીમ, માર્ગદર્શન તથા વેંચાણનું માધ્યમ પૂરું પાડી મહિલા સશક્તિકરણને નવી…

Read More

PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોનો બહોળા પ્રતિસાદ: ત્રણ દિવસમાં કુલ ૨૬૬૬ લાભાર્થીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળતા બે દિવસ કેમ્પ લંબાવવામાં આવ્યો…

Read More

ઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૪ મે નાં રોજ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૪ મે ૨૦૨૩ નાં રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે.…

Read More

નવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર

હિન્દ ન્યુઝ, ભાવનગર           મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.  મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે…

Read More

બોટાદના સખીમેળામાં ભાગ લેવા આવેલા સ્વસહાય જુથોને મળ્યો બહોળો જનપ્રતિસાદ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે બોટાદના કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પણ આ મેળો યોજાયો હતો. જેમાં સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતોએ ભાગ લીધો હતો. સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં ભાગ લેનાર જોપાળી મા સ્વસહાય જુથ, બરવાળા,બોટાદના તૃપ્તિબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી રેશમના હાથ બનાવટના જુલા બનાવીએ છીએ. બોટાદના સાળંગપુર ખાતે યોજાયેલા સખીમેળામાં અમને અનેક નવા ગ્રાહકો…

Read More

આત્મનિર્ભર થવાથી આત્માવિશ્વાસ વધે છે, બસ બહાર નીકળો : લાભાર્થી આશાબેન વાધેલા

હિન્દ ન્યુઝ, ભુજ  “જે બેનો (બહેનો) બહાર નથી નીકળીતા તે આગળ આવે, જે  પોતાની ઇચ્છા પ્રમાણે કામ નથી કરી શકતા તે આગળ વધે, આત્મનિર્ભર બને”. આ શબ્દો આત્મવિશ્વાસથી છલોછ્લ આત્મનિર્ભર બની આર્થિક કમાણી કરતા ૨૩ વર્ષીય રીક્ષાચાલક આશાબેન વાધેલાના છે.          કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે સામે ભાગે રીક્ષા સવારી સ્ટેન્ડમાં ઉભેલા આ રીક્ષાચાલક બે વર્ષથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી રોજગારી મેળવી રહ્યા છે.           ઘરે બેઠેલા વયો વૃૃદ્ધ માતાપિતાના સંતાન તથા ધોરણ-૮ ભણેલા આશાબેન ફરસાણની દુકાનમાં છુટક કામ કરતા ચાર ભાઇઓને ખભેખભા મિલાવી આર્થિક સહયોગ કરે…

Read More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – ભાવનગર દ્વારા માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કીટ્સ મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ભાવનગર          ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કિટ્સ મેળવવા ઇચ્છતા અને સરકારએ ઠરાવેલ માપદંડો ધરાવતા અરજદારઓએ તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં http://e-kutir.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી થયેલ માપદંડ મુજબ અરજદારના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછી હોવી જોઇએ, જાહેરાતની તારીખે ઉંમર ૧૬ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના…

Read More

રાજકોટ શહેરમાં અનલોક-3ના કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચુસ્ત પણે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નિયમ અનુસાર સ્પા ચાલુ કરવાની મનાઈ હોવા છતા સ્પા સંચાલકો\માલિકો પોતાના આર્થિક લાભ માટે જાહેર જીવનમાં બેદરકારી દાખવી સ્પા ચાલુ રાખતા હોવાની માહિતી મળી હતી. રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો, D.C.B પો.સ્ટે. S.O.G પેરોલ ફર્લો સ્કોડના માણસોની અલગ અલગ કુલ.૨૯ ટીમ બનાવી. રાજકોટ શહેરમાં આવેલ અલગ અલગ સ્પા ખાતે તપાસ કરી જે સ્પા ચાલુ જણાય તેઓ વિરૂદ્ધ કાર્યેદસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન કુલ.૧૪ સ્પા ચાલુ જોવા…

Read More