હિંમતનગર નગરપાલિકા ખાતે “સેવા સેતુ કાર્યક્રમ” યોજાયો

હિન્દ ન્યુઝ, હિંમતનગર     સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપવા “સરકાર તમારા દ્વારે’ ના આશયથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.     રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રાશન કાર્ડ,આવકનો દાખલો,જાતિનો દાખલો સહિતની ૫૫ જેટલી સેવાઓનો લાભ અપાય છે. હિંમતનગર તાલુકાના નાગરીકોને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળી રહે તે માટે વહિવટી તંત્ર દ્વારા સુંદર આયોજન…

Read More

બરોડા મેનેજમેન્ટ એસોશિયેશન દ્વારા આયોજિત ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે બરોડા મેનેજમેન્ટ એસોશિયેશન દ્વારા આયોજિત ‘BMA’s Startup Synergy’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી મનોજ જોશી, સાંસદ તેમજ ધારાસભ્યઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં ₹5,11,101 નો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશ સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યો છે. તેમણે પોતાના નાવિન્યસભર વિચારો દેશ અને દુનિયા સમક્ષ મુકી રહેલ New Age…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ ખાતે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ, વડોદરા       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ ખાતેથી જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોઇચા (કનોડા) વિયર પ્રોજેક્ટ ઉપરાંત સાવલી એસટી ડેપોના વર્કશોપ સહિત કુલ ₹507.94 કરોડના અનેકવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.  મુખ્યમંત્રીએ આ કાર્યક્રમને વિકાસનો ઉત્સવ ગણાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાખેલ પંચશક્તિ આધારિત વિકાસના પાયામાં રહેલ જળશક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવામાં આવ્યું છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ જળસંચયના વિવિધ અભિયાનોની પરિણામલક્ષી…

Read More

સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગ ના ઉપાધ્યક્ષ શ્રીમતિ અંજના પંવાર રાજકોટના પ્રવાસે

હિન્દ ન્યુઝ, સુરત   ભારત સરકારના સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગ ના ઉપાધ્યક્ષ શ્રીમતિ અંજના પંવાર રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ મહાનગર તેમજ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારી યુનિયનો, સંગઠનો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી. સફાઈ કર્મચારીઓનું રાષ્ટ્રીય આયોગ તમામ રાજ્યોમાં જઈને સફાઈ કર્મચારીઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુનઃવસન તેમજ કલ્યાણની સ્થિતિની સમીક્ષા કરે છે. સમાજના છેવાડાના ગણાતા લોકોને મુખ્ય ધારામાં જોડવાના હેતુથી અધ્યયન કરીને સરકારી તંત્રને પગલાં લેવા નિર્દેશ કરે છે. દરેક સફાઈ કર્મચારીઓનું વર્ષમાં બે વાર આખા…

Read More

ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના ખેડૂતો માટે તાલીમ વર્ગોનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ     ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના ખેડૂતો માટે અનેક અવનવી યોજનાઓ, ટેકનિકલ નાણાકીય સહાય તથા સેમિનારો તથા તાલીમ વર્ગોનું આયોજન કરતી હોય છે. જે અંતર્ગત એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોની નોંધણી કરવામાં આવનાર છે. જેની શરૂઆત ૧૫ ઓક્ટોબરથી થઇ ગઈ છે. ભારત સરકારે પી.એમ. કિસાન યોજનાના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇ.ડી.ની નોંધણી ફરજિયાત કરેલ છે. જેની નોંધણી ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાનના લાભાર્થીઓએ કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં તેમજ ખેડૂતો…

Read More

સખી બહેનોની કલા, પરિશ્રમ અને કર્મનિષ્ઠાને રાજ્ય સરકારનું પ્રોત્સાહન

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળના એન.આર.એલ.એમ.દ્વારા જામનગરના આંગણે આયોજિત રાજ્ય કક્ષાના સરસમેળાને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખુલ્લો મુક્યો હતો અને સરસ મેળાના વિવિધ સ્ટોલસની મુલાકાત લઈ ત્યાંથી ખરીદી કરી સમગ્ર રાજ્યના સખી મંડળોની બહેનોના ઉત્પાદનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે બહેનો આર્થિક રીતે પગભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરી હતી. અને આ મંડળને લોન, સહાય, તાલીમ, માર્ગદર્શન તથા વેંચાણનું માધ્યમ પૂરું પાડી મહિલા સશક્તિકરણને નવી…

Read More

વેસુ સુડા ભવન ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને સફાઈ કર્મચારીઓ, યુનિયનોના પ્રમુખો તથા અધિકારીઓ સાથે બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકારના રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ-નવી દિલ્હીના ચેરમેન એમ.વેંકટેશનના અધ્યક્ષસ્થાને શહેર-જિલ્લાના વિવિધ સફાઈ કામદાર કામદારો,યુનિયનોના પ્રમુખો, પ્રતિનિધિઓ અને પ્રાદેશિક નગર પાલિકાના અધિકારીઓ સાથે આઉટસોર્સ અને કાયમી સફાઈ કામદારોના પ્રશ્નો બાબતે સમીક્ષા બેઠક મળી હતી.                  વેસુ સ્થિત સુડાભવનના સભાખંડમાં મળેલી બેઠકમાં ચેરમેને જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા આઉટસોર્સના સફાઈ કામદારોને પ્રત્યક્ષ મળીને નિયમિત પગાર, સેલરી સ્લીપ, પી.એફ.ની વિગતો, આઈ.ડી. કાર્ડ, બુટ, ગણવેશ, નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે કે કેમ તે અંગે માહિતી મેળવી હતી.              …

Read More

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને સુરત મહાનગર પાલિકા(જંકશન)ના રસ્તાઓ અંગે અધિકારીઓ સાથે બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઇચ્છાપોરમાં ONGC બ્રીજ નીચે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને સુરત મહાનગર પાલિકા (જંકશન)ના રસ્તાઓ અંગે અધિકારીઓ સાથે બેઠક મળી હતી.           આ બેઠકમાં ઈચ્છાપોરથી હજીરા સુધીના રોડ-રસ્તાની કામગીરી અંગે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી એ નોટિફાઇડ એરીયા પ્રમુખ તેમજ ત્રણેય વિભાગોના અધિકારીઓને હજીરાના રસ્તાઓની હદ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. પરસ્પર સંકલન કરી ઝડપથી રોડની કામગીરી પૂર્ણ કરવા અને ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવવા સંબધિત…

Read More

વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વારલી ચિત્રો તથા શિલ્પ કલાના ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સુરત      સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વારલી ચિત્રો તથા શિલ્પ કલાના ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો છે. રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તા.૨૦મી સુધી સવારે ૧૧.૦૦ થી રાત્રે ૯.૦૦ વાગ્યા દરમિયાન ગાંધીનગરના પ્રખ્યાત વારલી ચિત્રકાર અને શિલ્પકાર શ્રીમતી બીના પટેલના ૬૯ જેટલા ચિત્રો, શિલ્પ કલાકૃત્તિઓ નિહાળવાની તક છે.              આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ચિત્રકાર બીના પટેલને શુભેચ્છા આપતા જણાવ્યું કે, કલા હ્રદયથી જન્મે છે. કલાના ગુણ લોહીમાં હોય છે.…

Read More

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વેસુ સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં મંજુર થયેલા, પૂર્ણ થયેલા અને બાકી રહેલા આવાસો અંગે સમીક્ષા કરી બાકી રહેલા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.        રાજ્યમંત્રીએ તાલુકા પંચાયતના સભ્યો, સુડાના અધિકારીઓ, મકાન બાંધકામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસ મળી જાય એ માટે તાકીદ કરી હતી. અધિકારીઓને સમયાંતરે કામગીરીની પ્રગતિ અંગે…

Read More