આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવવા માટે રું 12,850 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ

હિન્દ ન્યુઝ, વલસાડ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના ધનવંતરી જયંતી અને 9મા આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવવા માટે રું 12,850 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ દેશવાસીઓને આપી હતી. વડાપ્રધાનએ આ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરીયમ ખાતેથી માનનીય વડાપ્રધાનના દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.…

Read More

મોરબીના વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, મોરબી          સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.         જે અન્વયે વાંકાનેર નગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાંકાનેરમાં જાહેર સ્થળો, માર્ગો અને બાગ બગીચાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં સફાઈ મિત્રો અને નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. 

Read More

મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, મોરબી            મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નવા જિલ્લા સેવા સદનમાં સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, ફર્નિચર સફાઈ અને સંપૂર્ણ કચેરીની સફાઈ કરવામાં આવી હતી.               આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજેર આર.એમ. જે.બી.ધામી, એસ.એન.ચારણ, ડી.એન.રેણુકા, પી.ડી.પટેલ, એમ.એ.નળિયાપરા, ટી.આર.ભેંસદડિયા, નવીન વાણિયાએ ભાગ લીધો હતો.      

Read More

હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી          મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.            જે અન્વયે હળવદ તાલુકાના રાતાભે ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, સેવા સેતુ અને એક પેડ માં કે નામ વિશે લોકોને માહિતગાર કરાયા હતા.          આ ઉપરાંત રણમલપુર ગામમાં…

Read More

વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન

હિન્દ ન્યુઝ, વલસાડ    મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદઘાટન કરાયું. મુખ્યમંત્રીએ મેરિલ પાર્કમાં મેન્યુફ્રેક્ચરિંગ પ્લાન્ટ, કેન્સર રિસર્ચ સેન્ટર અને સર્જિકલ રોબોટિક્સ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી. મુખ્યમંત્રીના હસ્તે મેરિલ સંકલ્પ બુક અને ક્લાઈમેટ ચેન્જ બુકનું વિમોચન પણ કરાયું મુખ્યમંત્રીના હસ્તે સગર્ભા માતા અને બાળકને ઈ-વેક્સિન સર્ટિફિકેટ તેમજ ૭૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓને પીએમજેએવાય કાર્ડનું વિતરણ કરાયું 

Read More

જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ પહેલ અંતર્ગત ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી-સુરત દ્વારા ‘કૉફી વીથ કલેકટર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે સુરત જિલ્લાની સરકારી શાળાઓની ધો.૧૦ અને ૧૨માં પ્રથમ ૧૦ ક્રમ મેળવનારી તેજસ્વી દીકરીઓને પ્રમાણપત્ર અને રૂ.૫ હજાર રોકડ ઈનામ આપી સન્માન કરાયું હતું.            આ પ્રસંગે બોર્ડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતા કલેક્ટરશ્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે દિકરીઓને ભણતરની સાથે વ્યવહારુ જ્ઞાન કેળવવા અને સ્કિલ…

Read More

નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત-સુરત દ્વારા ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા અને ટ્રાફિક અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત તા.૨૬ થી ૩૧ ઓક્ટો. સુધી ‘સ્વચ્છતા હી સેવા તેમજ ટ્રાફિક અવેરનેસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વરાછા- મિની બજાર, એ.કે. રોડ તેમજ મોટા વરાછા-સુદામા ચોક અને અડાજણ વિસ્તારમાં ઋષભ સર્કલ, રામનગર ચોકમાં સ્વચ્છતા તેમજ ટ્રાફિક સુરક્ષા અંગે સુરતવાસીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. યુવા મિત્રોએ સ્વચ્છતા ઝુંબેશ યોજી લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ટ્રાફિક વિભાગ પણ આ કાર્યક્રમમાં સહયોગી થયા હતા. NYKના…

Read More

સ્પેનના વડાપ્રધાનનાં ધર્મ પત્ની અને પ્રતિનિધિ મંડળે પારુલ યુનિવર્સિટીના સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વડોદરા   સ્પેનના પ્રધાનમંત્રી ના ધર્મપત્ની અને પ્રતિનિધિ મંડળે વડોદરા ખાતેની પારુલ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.     શ્રીમતી બેગોના ગોમેઝ તથા તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સદસ્યોએ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત 12 નવીન સ્ટાર્ટ-અપની તથા યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન હબની મુલાકાત લીધી હતી. સાથોસાથ, તેમણે યુનિવર્સિટીના મહાનુભાવો સાથે વાર્તાલાપ કરીને ગુજરાતના સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ તથા આંત્રપ્રિન્યોરશિપ (ઉદ્યોગસાહસિક) નેટવર્કિંગની ઝલક તેમજ સમજણ મેળવી હતી.  ગુજરાત અને ભારતના સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમના વિકાસ માટે તેના મજબૂત આંત્રપ્રિન્યોરશિપ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓને સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ એવી પારુલ યુનિવર્સિટીને સ્પેનના વિદેશ-મંત્રાલય દ્વારા ગુજરાતના તમામ ઇન્ક્યુબેશન સેન્ટરોમાંથી…

Read More

विशेष पहल: ‘एस.टी. आपके द्वार’ दीवाली उत्सव के लिए! 

हिन्द न्यूज़, सुरत     गुजरात सरकार की एक अद्भुत पहल के बारे में साझा करने के लिए उत्साहित हूं, जिसका उद्देश्य नागरिकों को दीवाली उत्सव के लिए उनके गांव जाने के लिए सहायता करना है।  यह पहल, ‘एस.टी. आपके द्वार’, गुजरात के लोगों द्वारा बहुत पसंद की जा रही है। इस पहल को विशेष क्या बनाता है? जब आप सरकारी बस बुक करते हैं, तो विभाग यह सुनिश्चित करता है कि बसें आपके सोसायटी के दरवाजे तक पहुंचें, जिससे आपके गांव पहुंचने की यात्रा और भी सुविधाजनक और सुलभ…

Read More

રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં’રન ફોર યુનિટી’કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલા, કોર્પોરેટર કિશનભાઈ માડમ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ…

Read More