હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ભારત વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ પ્રભાગ પ્રેરિત અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શનમાં રાજકોટમાં ‘આયુષ મેળો-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહ ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઉપક્રમે ૧૧મી ઓક્ટોબર ને શુક્રવારે ‘આયુષ મેળો’ જૂની કોર્ટ બિલ્ડિંગ ખાતે, સવારે ૯થી સાંજે પાંચ કલાક સુધી યોજાશે. જેમાં આયુર્વેદ નિદાન સારવાર, હોમિયોપથી નિદાન સારવાર, યોગ માર્ગદર્શન,…
Read MoreDay: October 10, 2024
એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શપથ લીધા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની એમ.પી શાહ મ્યુનિસપલ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા વિકાસ સપ્તાહ ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબધ્ધ રહેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહી દેશના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા અંગે શપથ લીધા હતા.
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને લોકલ ટુ ગ્લોબલ બનાવવાના સંનિષ્ઠ પ્રયાસોને કારણે જામનગરનું આઇ.ટી.આર.એ. આયુર્વેદનું આરાધનાલય બન્યું છે
હિન્દ ન્યુઝ,જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે જામનગરમાં આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (I.T.R.A.)ની સ્થાપના કરાઈ જે આયુર્વેદ ક્ષેત્રે સમગ્ર દેશનું એકમાત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન બન્યું. આઇ.ટી.આર.એ. દ્વારા સ્વાસ્થ્ય અને સંશોધન માટે અગ્રગણ્ય કામગીરીથી લોકસેવાનો મંત્ર થઈ રહ્યો છે ચરિતાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા વિશ્વનું સૌપ્રથમ અને એક માત્ર આઉટ પોસ્ટ સ્ટેશન ‘ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર’ (જી.ટી.એમ.સી) પણ જામનગરને મળ્યું છે આસો વદ તેરસની ધનતેરસ તરીકે પણ સર્વત્ર ઉજવણી કરવામાં આવે છે સાથે સાથે આ દિવસે આયુર્વેદના આરાધ્ય દેવ શ્રી ભગવાન ધન્વંતરી દેવનો પ્રાગટ્ય દિવસ પણ…
Read Moreજામનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે કર્મયોગીઓએ વિકસિત ભારત પ્રતિજ્ઞા લીધી
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી. આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજયભરમાં આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે જામનગર ગ્રામ્ય મામલતદાર સહિતના કર્મયોગીઓએ વિકસિત ભારત અંગે પ્રતિજ્ઞા લીધી હતી
Read Moreજોડિયા તાલુકાના કેશિયા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જોડિયા તાલુકાના કેશિયા ગામની પ્રાથમિક શાળામાં ધ્રોલ મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ સિસલેના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં નાગરિકો દ્વારા રજૂ કરાયેલ રાજ્ય સરકારની વિવિધ સેવાઓની 1,547 જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરી અરજદારોને સ્થળ પર જ લાભો એનાયત કરવામાં આવ્યા હતા.સેવાસેતુ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, જોડિયા જિલ્લા પંચાયત સભ્ય તથા સરપંચશ્રીઓ, મામલતદાર જોડિયા, તાલુકા વિકાસ અધિકારી જોડિયા તથા સંલગ્ન વિભાગોના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
Read Moreસરિતા ગાયકવાડ: પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લિટ
હિન્દ ન્યુઝ, ડાંગ ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવનારા ગુજરાતના સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેઇમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક દેશના નામે કર્યો. તેઓ 400 મીટર અને 400 મીટર અવરોધમાં નિષ્ણાત દોડવીર છે. ‘ડાંગ એક્સપ્રેસ’ના નામથી જાણીતા સરિતાબેન 400 મીટર અને 400 મીટર અવરોધમાં નિષ્ણાત દોડવીર છે. કૉમનવેલ્થ ગેઇમ્સ માટે પસંદગી પામનાર રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લિટ સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી છે.
Read Moreગાંધીનગર ખાતે નવનિર્મિત કેમ્પસ તથા અમદાવાદ ખાતેની નવીન ઓફિસર્સ હોસ્ટેલનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્ત્રે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)ના ગાંધીનગર ખાતે નવનિર્મિત કેમ્પસ તથા અમદાવાદ ખાતેની નવીન ઓફિસર્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં ઉજવાઈ રહેલ ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત કરવામાં આવેલ આ લોકાર્પણના અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનએ સ્વરાજ પછી સુરાજ્યની દિશા આપીને સરકારી વહીવટને અસરકારી બનાવવાની પ્રેરણા આપી છે. તેમણે આધુનિક સિવિલ સર્વિસના આર્કિટેક સરદાર વલ્લભભાઈ પટેલના ઉલ્લેખ સાથે સરકારના કર્મયોગીઓ જનહિતનાં કામો નિષ્ઠાથી નિભાવીને ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’નાં લક્ષ્યને સિદ્ધ કરવામાં યોગદાન આપશે…
Read Moreરાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમ કાર્યરત
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ અસરકારક કામગીરી થઈ રહી છે. સુરત જિલ્લા સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે બિનઅધિકૃત તમાકુ વિક્રેતાઓને તેમજ જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ ફટકારી રૂ.૫,૪૦૦ની દંડ વસુલાત કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ.અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩”ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરી દરમિયાન તમાકુ વિક્રેતાઓને જરૂરી માર્ગદર્શન આપી નિયમાનુસાર નિયત…
Read More