હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જોડિયા પશુ દવાખાના દ્વારા બાદનપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ પશુપાલકોનાં વિવિધ વર્ગના કુલ ૨૮૪ પશુઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ૨૧૩ નાના મોટા પશુઓને કૃમિનાશક દવા, ૬૬ પશુઓની મેડિસિન સારવાર તથા ૦૫ પશુઓની પ્રસુતિ અંગેની સારવાર કરવામાં આવી હતી.આ ઉપરાંત પશુ પાલકોને પ્રાણી ક્રૂરતા નિવારણ અંગે માહિતી આપી સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે રાખવી પડતી કાળજીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે પશુપાલકોના કેસીસી ફોર્મ ભરી આગામી સમયમા યોજાનાર ૨૧ મી પશુધન…
Read MoreDay: October 14, 2024
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના વડપણ હેઠળ કાલાવડ તાલુકાના નાનાવડાળા સરકારી આયુર્વેદિક દવાખાના દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્યા દર્શનાબા જાડેજા દ્વારા ખડધોરાજી તા.કાલાવડ ખાતે સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની તપાસ તેમજ નિદાન કરી આયુર્વેદિક પદ્ધતિ મુજબ સારવાર આપવામા આવી હતી. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પોષણ તેમજ યોગ્ય દિનચર્યા તથા ઋતૂચર્યા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી સાથે સાથે કુપોષણ નિવારણ અંગેના પરેજીપત્રકની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.…
Read Moreસજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ભક્તિ, શક્તિ અને આરાધનાનો ત્રિવેણી સંગમ એટલે નવરાત્રી. ગુજરાતીઓને નવી ઉર્જા અને નવી ચેતના આપતો આ તહેવાર સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જામનગર ખાતે દીકરીઓ દ્વારા ખૂબ હોશભેર અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવેલ. જેમાં શાળાની 700 જેટલી દિકરીઓએ સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં નવરંગ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.વિદ્યાર્થીનીઓ દ્વારા માતાજીના ગરબા તેમજ દાંડિયા રાસ દ્વારા જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવેલ. કાર્યક્રમ અંતર્ગત શાળા દ્વારા ગરબા સ્પર્ધામાં વિવિધ કેટેગરી…
Read Moreવિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રોશનીના અવનવા શણગારથી દીપી ઉઠ્યું ભૂચરમોરી શહીદ વન
હિન્દ ન્યુઝ, જામનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે.જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આઈકોનીક સ્થળ તરીકે પસંદ કરાયેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ શહીદ વનને સામાજીક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા મનમોહક સુશોભન તથા લાઈટીંગ કરી અનેરો શણગાર કરવામાં આવ્યો છે.વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શહીદ વન…
Read Moreવિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા ધ્રોલ તથા જોડિયા તાલુકાના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર વિકાસ સપ્તાહ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર જામનગર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોની પ્રાકૃતિક કૃષિનો ખેડૂત તાલીમ વર્ગ યોજવામાં આવેલ.જેમાં જામનગર જિલ્લાના મદદનીશ ખેતી નિયામક શ્રી કિરણ ભીમસેન દ્વારા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી અને પ્રાકૃતિક ખેતીમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે મદદનીશ ખેતી નિયામક પી.બી.પરમાર દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ.આ તકે આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીજ્ઞેશ બી.પટેલ દ્વારા પ્રાકૃતિક…
Read More