હિન્દ ન્યુઝ, જામનગર
ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જોડિયા પશુ દવાખાના દ્વારા બાદનપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ પશુપાલકોનાં વિવિધ વર્ગના કુલ ૨૮૪ પશુઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં ૨૧૩ નાના મોટા પશુઓને કૃમિનાશક દવા, ૬૬ પશુઓની મેડિસિન સારવાર તથા ૦૫ પશુઓની પ્રસુતિ અંગેની સારવાર કરવામાં આવી હતી.આ ઉપરાંત પશુ પાલકોને પ્રાણી ક્રૂરતા નિવારણ અંગે માહિતી આપી સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે રાખવી પડતી કાળજીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે પશુપાલકોના કેસીસી ફોર્મ ભરી આગામી સમયમા યોજાનાર ૨૧ મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતગાર કરવામાં આવ્યા.