હિન્દ ન્યુઝ, હિંમતનગર હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાબર ડેરીના રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલુ જ નહી, શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે. ૧૯૭૬ની શરુઆતથી લઇને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ ૨૦૦૦ મેટ્રીક ટન…
Read MoreDay: November 19, 2024
સાબર ડેરી ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબર ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સાબર ડેરીના 800 મેટ્રિક ટન પ્રતિદિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું ઉદઘાટન કરીને મહિલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ આ સંવાદ દરમિયાન મહિલાઓ કેટલા પશુઓ રાખે છે, પશુઓની માવજત માટે કેટલા લોકો રોકાયેલા છે, કેટલી જમીનમાં ઘાસચારાનું વાવેતર કરે છે, દૈનિક દૂધ ઉત્પાદન, સાબર ડેરી દ્વારા કેવી રીતે મદદ કરવામાં આવે છે જેવા સવાલો કરીને દૂધ ઉત્પાદન થકી મહિલા પશુપાલકોએ કરેલી પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. કેન્દ્રીય મંત્રીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ…
Read More૨૨ નવેમ્બરના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
હિન્દ ન્યુઝ, મોરબી રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએસસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.…
Read Moreप्रशिक्षण केन्द्र के प्रतिनिधि से सभी ट्रेडों की विस्तृत जानकारी ली – जिलापदाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा द्वारा आज वैशाली जिले के औद्योगिक विभाग की समीक्षात्मक बैठक आयोजन किया गया । जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने बैठक में उपस्थित संबंधित पदाधिकारी सहित उपस्थित सभी ट्रेनिंग सेंटर के प्रतिनिधियों से पी एम विश्वकर्म योजना के सभी ट्रेडों, लाभुक ( ट्रेनी) प्रशिक्षु ,प्रशिक्षण आदि की विस्तृत जानकारी ली । वर्तमान में पी एम विश्वकर्म योजना के अंतर्गत पूरे वैशाली जिला में 308 लोग प्रशिक्षण प्राप्त कर रहे हैं । 30-30 प्रशिक्षुओं का अलग-अलग सत्र विभिन्न प्रखंडों में…
Read Moreવલસાડ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતો માટે જરૂરી વિગત
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂત મિત્રોને જણાવવાનું કે, નાયબ બાગાયત નિયામક, જિ.વલસાડ કચેરી હસ્તકના ફળરોપા ઉછેર કેન્દ્ર, ચણવઇ ખાતે આંબા કલમ, લીંબુ રોપા, આંબા બાટા, રાયણ બાટા, સરગવો તેમજ શાકભાજી પાકોના ધરૂ (રીંગણ, ટામેટાં, મરચાં, કોબીજ, ફ્લાવર વિગેરે) વેચાણ માટે ઉપલબ્ધ છે તેમજ ખેડૂતોની જરૂરિયાત મુજબ રાહત દરે ઉછેરી આપવામાં આવશે. જેમાં રસ ધરાવતા ખેડૂતોએ ૮-અ, ૭/૧૨ અને ઓળખપત્રની નકલ સાથે ફળરોપા ઉછેર કેન્દ્ર, ચણવઇ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે, ચણવઇ-રાબડા રોડ, તા.વલસાડ, જિ.વલસાડ (મો- ૯૦૩૩૮૪૮૦૧૦) કચેરીનો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, જિ.વલસાડ કચેરીની અખબારી…
Read Moreવલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના તાબા હેઠળની ચણવઈ ખાતે આવેલી ફળ નર્સરી કચેરી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના તાબા હેઠળની ચણવઈ ખાતે આવેલી ફળ નર્સરી કચેરી ખાતે રીંગણ, ટામેટાં, મરચાં, કોબીજ અને ફલાવરના બીજની જરૂરિયાત હોવાથી આ પાકોના બીજના પ્રતિ ગ્રામના ભાવ બંધ કવરમાં ટપાલ મારફત દિન-૧૦ માં કચેરીના સરનામે મોકલી આપવા રસ ધરાવતા ઇસમો/સંસ્થાને જાણ અખબારી યાદી દ્વારા જાણ કરવામાં આવે છે. કચેરીનું સરનામું નાયબ બાગાયત નિયામકની કચેરી, જિ.વલસાડ, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક, વલસાડ શાખાની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ, જિ.વલસાડ, પિનકોડ: ૩૯૬ ૦૦૧ છે.
Read Moreઆપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વલસાડ તાલુકાના મરલા ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બીટીએમ કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. ફાર્મર માસ્ટર ટ્રેનર શશીકાંતભાઈ પટેલ દ્વારા ગાય આધારિત ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
Read Moreમોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાન્સપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, મોરબી મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AH, GJ36AM, GJ36AK, GJ36AN તથા ફોર વ્હીલર માટે GJ36AL, GJ36AP, GJ36AJ, GJ36AF તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36V.GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા તા:-૨૬/૧૧/૨૦૨૪ થી શરૂ થનાર છે. તા.૨૬/૧૧/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી અરજદાર http://www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૨૮/૧૧/૨૦૨૪ થી તા. ૩૦/૧૧/૨૦૨૪ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં http://www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગી નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા…
Read Moreતા.૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી
હિન્દ ન્યુઝ, સુરત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં મળી હતી. તા.૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે જિલ્લામાં વ્યકિતગત તથા સામુદાયિક શૌચાલયોની ઉપયોગીતા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોના સરપંચોને હજીરાના સરપંચ મધુબેન રાઠોડ, વાસવાના સરપંચ કૈલાસબેન રાઠોડ, બરબોધનના સરપંચ દિશાંત પટેલ તથા સેવણીના અશોકભાઈ રાઠોડનું જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન તથા વ્યકિતગત શૌચાલયના મજુરીપત્રો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. બેઠકમાં…
Read Moreસુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિ-ઓક્શન થશે
હિન્દ ન્યુઝ, સુરત સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વારા LMV(મોટર કાર) સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરો સિરીઝ GJ05RN, GJ05RP, GJ05RQ, GJ05RS, GJ05RT, GJ05RU, GJ05RV, GJ05RW, GJ05RX, GJ05RY, GJ05RZનું રિ-ઓક્શન થશે. જે માટે રજિસ્ટ્રેશન તા.૨૬ થી ૨૮ નવેમ્બર સુધી અને હરાજી તા. ૨૮ થી ૩૦ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર…
Read More