હિન્દ ન્યુઝ, વલસાડ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ સ્વચ્છતા અભિયાનની બેઠક યોજવામા આવી હતી. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ – ૨૦૨૪ની ઉજવણી અને हमारा शौचालय : हमारा सम्मान તા.૧૯ નવેમ્બરથી તા.૧૦ ડિસેમ્બર સુધીના અભિયાનનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કરાવ્યો હતો. વિશ્વ શૌચાલય દિવસને ધ્યાને રાખીને વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો જિલ્લા વિકાસ અધિકારીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શ્રીમતિ મમતા હિરપરાએ ઉપસ્થિત અધિકારીઓને આ અભિયાનમાં વ્યક્તિગત, સામુહિક, આંગણવાડી, શાળાઓ અને અન્ય જાહેર શૌચાલયોની…
Read MoreDay: November 21, 2024
વડોદરાના ડ્રોન ઉધોગિકા ખુશી પંચાલની સિદ્ધિ અંગે મુખ્યમંત્રી એ વ્યક્ત કરી પ્રસન્નતા…પાઠવ્યા અભિનંદન…
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે, વડોદરાના ‘ડ્રોન પેન્યોર’ ખુશી પંચાલની સિદ્ધિઓ અંગે પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે માત્ર ૨૩ વર્ષની ઉંમરે ડ્રોન ઉધોગીકા તરીકે કાઠુ કાઢનાર ખુશીની સિદ્ધિઓને બિરદાવતો પત્ર પાઠવ્યો છે.પત્રમાં જણાવ્યું છે કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે ટેકનોલોજીના વિનીયોગથી કામને સરળ બનાવવા અને અવરોધક સમસ્યાઓ ના ઉકેલની દિશામાં આપ સારું કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાનમાં જય અનુસંધાનનું સૂત્ર ઉમેર્યું એની તેમણે પત્રમાં યાદ અપાવી છે. મુખ્યપ્રધાનએ સમસ્યાના સ્થાનિક અનુકૂલન પ્રમાણેના ઉકેલની હિમાયત કરી…
Read More