રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગરના જિલ્લાના ટીમાણા પ્રાથમિક શાળાનો સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા- ટીમાણાનો‌ સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. ભાવનગર જિલ્લા પંચાયત સમિતિ સંચાલિત સ્વ. શેઠ ખોડીદાસ સંધાજી પ્રાથમિક શાળા- ટીમાણાના સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી છે. જેનાથી આજે રાજ્યમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ધરતીને મુલાયમ બનાવે છે, જેનાથી પાકના મૂળ…

Read More

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના મંગલ પ્રારંભે ભાવનગર જિલ્લાના શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ખાતે ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થયા હતા.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશુઓના આરોગ્યની ચિંતા કરી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરાવી હતી. આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે પશુ દવાખાનામાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.  મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરવાનું આહવાન કરતા જણાવ્યું કે, આજે જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે ત્યારે આપણા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે  કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, જિલ્લા કલેકટર આર. કે. મહેતા,  મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પર્વ નિમિત્તે જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે દિવાળીના પાવન પર્વ નિમિત્તે જામનગરમાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શુભકામનાઓ પાઠવી હતી.  જામનગર મહાનગર પાલિકા હસ્તકની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ વીર સાવરકર ભવન તરીકે ઓળખાતી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મંત્રીએ મુલાકાત કરી તેઓને મીઠાઈ અર્પણ કરી દિવાળીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દરેક લોકોનું સ્વપ્ન હોય છે કે પોતાનું પાકું ઘર હોય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં કાર્યરત ગુજરાત…

Read More

રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે ભાનુબેન બાબરીયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ ખાતે સામાજિક અધિકારીતા અને મહિલા તેમજ બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કરી દિવાળીની ઉજવણી કરી હતી.     મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે,”દરેક વ્યક્તિનુ પોતાના ઘરનું સ્વપ્ન હોય છે, પોતાના ઘરમાં દરેક તહેવારની ઉજવણીએ કોઈપણ પરિવાર માટે વિશિષ્ટ ઉજવણી બની જાય છે ત્યારે લોકોના પોતાના ઘરમાં દિવાળી ઉજવવાના આ સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ આ ટાઉનશીપમાં આજે હજારો લોકો ફર્નિચર, વીજળી સહિતની વિશેષ વ્યવસ્થાઓ…

Read More

‘આદ્રેવ’ ડોગ એ પ્રથમ આલ્કોહોલ ડિટેક્શન ડોગ છે, જે બુટલેગરો દ્વારા કોઇપણ સ્થળે યુક્તિપૂર્વક ક્યાંય પણ સંતાડી રાખવામાં આવેલ આલ્કોહૉલને શોધી લેવાશે

હિન્દ ન્યુઝ, રાજકોટ      ગુજરાત પોલીસે રાજ્યમાં આલ્કોહૉલ ડિટેક્શન માટે એક ડોગને ખાસ તાલીમ આપીને બુટલેગરો દ્વારા યુક્તિપૂર્વક સંતાડેલા આલ્કોહોલને પકડવા માટે તૈયાર કર્યો છે. આ આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ તાજેતરમાં રાજકોટમાં નોંધાયો છે. રાજકોટની ભક્તિનગર પોલીસે આદ્રેવને જ્યા અગાઉ પ્રોહિબિશનના કેસો થયા હોય તેવા ઢેબર કોલોની મફતીયાપરા ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યા એક મહિલાના ઘરમાંથી ઠંડો આથો શોધી આદ્રેવે તેના ડોગ હેન્ડલરને ઘરમાં સંતાડવામાં આવેલા સંદિગ્ધ મુદ્દામાલ અંગે સંકેત આપ્યો હતો. જેને આધારે આ મકાનમાંથી મુદ્દામાલ પકડી પાડી મહિલા સામે ગુનો…

Read More