આગામી તા.27 નવેમ્બરના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર    ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 27/11/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારી/મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.  તેથી આગામી તારીખ 14/11/2024 સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના…

Read More

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી નોંધણીની સમયમર્યાદામાં વધારો કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર      ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫ માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે.  રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો કરવાનો સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવાયો છે. જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે તા. ૧૦.૧૧.૨૦૨૪ સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત કરાવી શકશે. ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ મગફળી માટે રૂ.૬૭૮૩…

Read More

જામનગરમાં ટુ વ્હીલરની નવી સિરીઝ માટે ઈ-ઓક્શનની પ્રક્રિયા યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે -૧૦-ઈ ઈ (EE) નવી સીરીઝની તમામ નંબર માટે ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૬-૧૧-૨૦૨૪ થી તા.૧૧-૧૧-૨૦૨૪ ના બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૧-૧૧-૨૦૨૪ થી ૧૩-૧૧-૨૦૨૪ સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૧૩-૧૧-૨૦૨૪ ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર…

Read More

તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.27 નવેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  નવેમ્બર-૨૦૨૪નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૭/૧૧/૨૦૨૪ બુધવાર ના રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. જેમાં જિલ્લા કલેકટર- જેસર,જિલ્લા વિકાસ અધિકારી – ગારીયાધાર તથા પોલીસ અધિક્ષક – ઘોઘાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર,નિતી વિષયક,કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત,જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા…

Read More

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.28 નવેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા કક્ષાનો નવેમ્બર-૨૦૨૪ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૧૧/૨૦૨૪(ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી,ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર,નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

Read More