ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ૧૪૬૭૨ યાત્રિકોને જરૂરી આરોગ્ય સારવાર અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ગિરનાર લીલી પરિક્રમાના ૩૬ કિલોમીટર લાંબા રૂટ પર તંત્ર દ્વારા ૧૦ જેટલા હંગામી દવાખાનાઓ યાત્રિકોની સારવાર માટે શરૂ કરવામાં આવ્યા છે. યાત્રિકોના આરોગ્યની દરકાર માટે ૧૬ જેટલી મેડિકલ ટીમ સાથે સેવારત છે. ગિરનાર લીલી પરિક્રમામાં તા.૧૧,૧૨ અને ૧૩ નવેમ્બર સુધીમાં ૧૪૬૭૨ યાત્રિકોને તાવ, શરદી-ઉધરસ, શરીરના દુ:ખાવા વગેરે દર્દોમાં જરૂરી આરોગ્ય સારવાર આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર,…

Read More

વડોદરામાં સૌ પ્રથમ વખત ૧૦૮ મારફત એર એમ્બ્યુલન્સમાં દર્દીને મુંબઈ શિફ્ટ કરાયા

હિન્દ ન્યુઝ, વડોદરા    વડોદરામાં સર્વ પ્રથમ વખત ૧૦૮ સેવા મારફત એર એમ્બ્યુલન્સ એક મહિલા દર્દીને વધુ સારવાર માટે મુંબઈ લઈને ગઈ હતી. ભાઈ લાલ અમીન હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના પરિવારજનો આ સેવા મારફત મુંબઈ લઈ ગયા હતા. અહીં વડોદરા ખાતે આજ તા. ૧૫ના રોજ ભાઈલાલ અમીન હોસ્પિટલમાં રૂપાબેન ભરતભાઈ પટેલ તેમના ઘરે પડી જવાના કારણે એડમીટ થયા હતા. જેમાં તેમને કમરથી નીચેના ભાગમાં તથા બંને પગમાં અસહ્ય દુખાવો અને નબળાઇ અનુભવાતી હતી. અહીં તેમણે સારવાર લીધા પછી વધુ સારવાર માટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ જવા પડે…

Read More

સફેદ રણ વિસ્તાર, રોડ ટુ હેવનનો વિસ્તાર તેમજ ધોરડો રણ ઉત્સવના વિસ્તારને ‘પ્લાસ્ટિક ફ્રી ઝોન’ જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યનો ઉત્તમ ખજાનો જોવા મળે છે જેના લીધે કચ્છ જિલ્લો પ્રવાસનની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકારના સહયોગથી ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા દર વર્ષે ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ ધોરડો ખાતે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરડો ખાતે રણ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓ ખડીર વિસ્તારમાં આવેલા સફેદ રણમાંથી ૫સાર થતો રસ્તો કે જે ”રોડ ટુ હેવન” (NH-754k નો ભાગ) ના નામે…

Read More

કચ્‍છ જિલ્‍લામાં ૨૯ નવેમ્બર-૨૦૨૪ સુધી હથિયારબંધી

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ જિલ્લામાં યોજાનાર ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્‍વયે અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ મિતેશ પંડ્યાએ તા.૨૯/૧૧/૨૦૨૪ સુધી સમગ્ર કચ્છ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે.  આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની…

Read More

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ          કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, જિલ્‍લાના નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી,ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ…

Read More

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, મુન્‍દ્રા, માંડવી, ગાંધીધામ, અને રાપર તાલુકા સેવા સદનની બહાર કે અંદર તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ, પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની…

Read More

સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક બિરસા મુંડાજીના ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત     આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના જમુઈથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ સાધ્યો હતો. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ પણ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાડ ગામે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર થનારા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું.               …

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી દાદા ભગવાનની વંદના 

હિન્દ ન્યુઝ, વડોદરા      ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના નવલખી મેદાન ખાતે દાદા ભગવાનની ૧૧૭મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા વિશાળ સમારંભમાં જોડાયા હતા . તેમણે દાદા ભગવાન પ્રાગટ્ય મહોત્સવના વિવિધ આયોજનોની પ્રસંશા કરતા, જીવન ઘડનારા અને જીવનને માર્ગદર્શક ગણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંઘવીએ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો નિહાળ્યા અને દાદા ભગવાનના દર્શન કરીને આ પવિત્ર પ્રસંગને સમ્માન આપ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જિલ્લા પંચાયતના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રી, અકોટા વિસ્તારના ધારા સભ્ય ચૈતન્ય દેસાઈ અને વડોદરા શહેરના ડેપ્યુટી મેયર તેમજ…

Read More

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન

હિન્દ ન્યુઝ, સુરત ૦૨ ઓક્ટોબર 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ ઝારખંડથી ‘ધરતી આખા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો પ્રારંભ કરાવ્યો છે. 5 વર્ષના તબક્કાવાર કાર્યોના અમલ કરવા માટે 15 નવેમ્બર 2024, શ્રી બિરસા મુંડાની 150 મી જન્મજયંતી ના શુભ દિનથી 26 નવેમ્બર 2024 સુધી આ પવિત્ર અભિયાન અંગેની લોકો સમક્ષ જનજાગૃતિ કરવામાં આવનારી છે. આ અભિયાન અંતર્ગત 17 મંત્રાલયોની વિવિધ 25 જેટલી યોજનાઓ એક સાથે દરેક ગામમાં ઘરે ઘર સુધી પહોંચાડવામાં આવશે. દરેક પરિવારને પાકુ ઘર, નળ ક્નેક્શન, આયુષ્યમાન ભારત કાર્ડ, સહિતની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

Read More

જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી 

હિન્દ ન્યુઝ, ડાંગ      વડાપ્રધાન ‘પી.એમ. જનમન અભિયાન’ના લાભાર્થીઓ સાથે કરશે ઈ- સંવાદ તેમજ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો કરશે શુભારંભ.     આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ કરાવવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે.

Read More