જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી 

હિન્દ ન્યુઝ, ડાંગ

     વડાપ્રધાન ‘પી.એમ. જનમન અભિયાન’ના લાભાર્થીઓ સાથે કરશે ઈ- સંવાદ તેમજ ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો કરશે શુભારંભ.

    આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ કરશે. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ કરાવવામાં આવશે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તા. ૧૫મી નવેમ્બરે ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ઈ-સંવાદ કાર્યક્રમ યોજાશે.

Related posts

Leave a Comment