હિન્દ ન્યુઝ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે ભારતકેર્સ (BharatCares) અને IBM SkillsBuild ના સહયોગથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાશ્રી નિકુંજ સિદપરા, Sr.Engagement Associate – Future Tech & CSR Programs,CSRBOX Foundation (BharatCares) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને AI,ડિજિટલ સ્કિલ્સ, ભવિષ્યની કારકિર્દીની તકો તેમજ IBM SkillsBuild દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક ઓનલાઈન કોર્સ, ડિજિટલ ક્રેડેન્શિયલ્સ અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રસંગોપાત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ અને ભારતકેર્સ (BharatCares) વચ્ચે વિદ્યાર્થીઓના…
Read MoreDay: July 21, 2026
આદિજાતિ દીકરીઓના સુખદ ભવિષ્ય માટે દીકરીના લગ્ન પ્રસંગે સરકારની આર્થિક હૂંફ : દીકરીના સન્માન અને સુરક્ષા માટે સરકારની સંવેદનશીલ પહેલ
હિન્દ ન્યુઝ, દાહોદ દીકરી પરિવારનું ગૌરવ અને સમાજનું ભવિષ્ય છે. દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક રીતે નબળા પરિવારોને પડતી મુશ્કેલીઓને હળવી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘કુંવરબાઈનું મામેરું યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર આદિજાતિ પરિવારોની કન્યાઓને લગ્ન સમયે રૂ. ૧૨,૦૦૦ ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયથી જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રાહત મળે છે અને દીકરીના સન્માનપૂર્ણ જીવનની શરૂઆત વધુ સુગમ બને છે. રાજ્ય સરકારની આ યોજના માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ મહિલા સશક્તિકરણ, સામાજિક સમાનતા અને દીકરી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ…
Read Moreડાંગ, સુરત, નવસારી, તાપી તથા વલસાડ જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે રેડ એલર્ટ: નાગરિકોને સતર્ક રહેવા અપીલ
હિન્દ ન્યુઝ, ડાંગ ભારત હવામાન વિભાગ (IMD), હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા તા. 21 જુલાઈ, 2026ના રોજ સવારે 4:00 વાગ્યે જાહેર કરાયેલા આગાહી અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન સુરત, નવસારી, તાપી, ડાંગ તથા વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ, હળવા ગાજવીજ તથા પ્રતિ કલાક 40 કિ.મી.થી ઓછી ઝડપના પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવાથી નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. દરમિયાન ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 66 મિ.મી. વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદ…
Read Moreનવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની ૧૧૫ મી જન્મજયંતિ ઉજવવામાં આવી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્યશ્રી ડૉ. બી.આર. બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગના ઉપક્રમે આજરોજ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય “સર્જકશ્રી ઉમાશંકર જોશીની ૧૧૫ મી જન્મજયંતી ઉજવણી” ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન સેલ્ફ ફાઇનાન્સ વિભાગના કોઓર્ડીનેટર પ્રા.ડૉ.ધવલ જોશીએ કર્યું હતું. આચાર્ય ડૉ.બી.આર.બોદરએ કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વમાંથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ પણ વિશેષ વ્યક્તિ બની કારકિર્દી…
Read Moreદાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજૂરિયા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના આંબલી ખજૂરિયા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ ૧૯૧ હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન, ઊંચાઈ,…
Read Moreપંચાયત માર્ગ અને મકાન વિભાગ ડાંગ આહવા દ્વારા રસ્તાના ખાડા પૂરવા માટે ECOFIX કોલ્ડમિક્સ ટેકનોલોજીનો પ્રાયોગિક ધોરણે અમલ
હિન્દ ન્યુઝ, ડાંગ ચોમાસા દરમિયાન પાણીના ભરાવાના કારણે વારંવાર રસ્તાઓ બિસ્માર બનવાના કે ખાડા પડવાના બનાવો બને છે. જેનાથી વાહનચાલકોને રાહત મળે તે માટે કેન્દ્ર સરકારની દિલ્હી સ્થિત ઈન્સ્ટીટ્યુટ દ્વારા સંશોધન કરી લોખંડના ભુક્કામાંથી ચોમાસામાં રસ્તાનું પેચવર્ક કરવાનો નવીનતમ વિચાર અપાતા ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમવાર માર્ગોના ખાડાઓનું ઝડપી અને ગુણવત્તાસભર રીપેરીંગ કામ માટે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ECOFIX (ઈકોફિક્સ) કોલ્ડમિક્સ ટેકનોલોજીનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ અંતર્ગત વિવિધ આબોહવા અને ટ્રાફિકની પરિસ્થિતિઓમાં મટિરિયલની કામગીરી, ટકાઉપણું અને અસરકારકતાનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં…
Read Moreનવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે IBM SkillsBuild અને ભારતકેર્સના સહયોગથી કારકિર્દી માર્ગદર્શન તથા AI સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે ભારતકેર્સ (BharatCares) અને IBM SkillsBuild ના સહયોગથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાશ્રી નિકુંજ સિદપરા, Sr.Engagement Associate – Future Tech & CSR Programs,CSRBOX Foundation (BharatCares) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને AI,ડિજિટલ સ્કિલ્સ, ભવિષ્યની કારકિર્દીની તકો તેમજ IBM SkillsBuild દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક ઓનલાઈન કોર્સ, ડિજિટલ ક્રેડેન્શિયલ્સ અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રસંગોપાત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ અને ભારતકેર્સ (BharatCares) વચ્ચે વિદ્યાર્થીઓના…
Read Moreદાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજૂરિયા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેસાવાડા ના આંબલી ખજૂરિયા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 હેઠળ “તમારા ગામમાં તમારા દ્વાર સુધી” હાઈ રિસ્ક વિલેજ ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોમાં ટીબી જેવી ગંભીર ચેપજન્ય બીમારીની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર સુલભ કરાવવાનો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા કુલ ૧૯૧ હાઈ રિસ્ક લાભાર્થીઓનું ટીબી માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, લાભાર્થીઓને વજન,…
Read MoreEDII-RAMP દ્વારા વડોદરામાં ૧૦૧ MSMEs માટે ઈ-કોમર્સ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાત સરકારના MSME કમિશનરેટ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, EDII, અમદાવાદ દ્વારા CGCCI ના સહયોગથી તાજેતરમાં વડોદરાના વાણિજ્ય ભવન ખાતે RAMP યોજના હેઠળ એક દિવસીય ઈ-કોમર્સ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના કુલ ૧૦૧ માઇક્રો અને સ્મોલ ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા EDIIના અધિકારીઓએ જણાવ્યું કે, તમામ સહભાગી ઉદ્યોગસાહસિકોની RAMP યોજના હેઠળ નોંધણી કરવામાં આવી છે. સતત સંપર્ક અને માર્ગદર્શન માટે એક અલગ વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. યોજનાના ભાગરૂપે સહભાગીઓને TNA ફોર્મ આપવામાં આવ્યા હતા. જેમાં…
Read Moreડાંગ જિલ્લાના આહવા ખાતે PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની મીટીંગ યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ PC&PNDT Act અંતર્ગત તા.૨૬/૦૫/૨૦૨૬ના રોજ ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં The PC & PNDT Act અંતર્ગત અત્રેના ડાંગ જિલ્લામાં કાયદાના શરૂઆતથી આજદિન સુધી કુલ ૮ (આંઠ) સંસ્થા રજીસ્ટ્રેશન થયેલ છે જેમા (૧) દિવ્ય છાયા હોસ્પિટલ,સુબીર (૨) જનરલ હોસ્પિટલ,આહવા (૩) સી.એચ.સી.,વઘઇ (૪) કિયાન હોસ્પિટલ,આહવા (૫) જનમ હોસ્પિટલ,વઘઇ (૬) ડો.કિરણ મલ્ટીસ્પેસ્યાલીટી, આહવા (વનબંધુ) (૭) ગૌરાંગ નર્શીંગ હોમ,આહવા (૮) બ્લુ-બ્લડ-સાકારપાતળ રજીસ્ટ્રેશન થયેલ તથા રિન્યુ થયેલ તમામ સંસ્થાની સભ્યોને જાણકારી આપવામાં આવી જો…
Read More