નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે IBM SkillsBuild અને ભારતકેર્સના સહયોગથી કારકિર્દી માર્ગદર્શન તથા AI સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

   અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, દાહોદ સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે ભારતકેર્સ (BharatCares) અને IBM SkillsBuild ના સહયોગથી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાશ્રી નિકુંજ સિદપરા, Sr.Engagement Associate – Future Tech & CSR Programs,CSRBOX Foundation (BharatCares) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને AI,ડિજિટલ સ્કિલ્સ, ભવિષ્યની કારકિર્દીની તકો તેમજ IBM SkillsBuild દ્વારા ઉપલબ્ધ નિઃશુલ્ક ઓનલાઈન કોર્સ, ડિજિટલ ક્રેડેન્શિયલ્સ અને ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રસંગોપાત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ અને ભારતકેર્સ (BharatCares) વચ્ચે વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ, ડિજિટલ શિક્ષણ અને રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમોના સંયુક્ત આયોજન માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીથી વિદ્યાર્થીઓને IBM SkillsBuild પ્લેટફોર્મ મારફતે વિવિધ કોર્સ, તાલીમ, વર્કશોપ અને કારકિર્દી વિકાસની નવી તકો ઉપલબ્ધ બનશે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ તથા UDISHA પ્લેસમેન્ટ સેલના અધિકારી ડૉ. વિશાલ આર. જૈનના આયોજનથી યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન સના પઠાણ અને નેન્સી ક્રિશ્ચિયન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ઉપસ્થિત સૌએ ભારતકેર્સ, IBM SkillsBuild અને નવજીવન સાયન્સ કોલેજ દ્વારા આયોજિત આવા જ્ઞાનવર્ધક અને રોજગારલક્ષી કાર્યક્રમ બદલ આભાર વ્યક્ત કર્યો.

Related posts

Leave a Comment