રાજકોટ ખાતે સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ

હિન્દ ન્યુઝ,રાજકોટ         રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા સંપન્ન થતા સાંસદ પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે તા. ૨૪ નવેમ્બરથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સપર્ધામાં કુલ ૧૦ ઇવેન્ટ રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર એ સૌથી વધુ ૨૨ ગોલ્ડ અને કુલ ૫૫ મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. તેમજ અન્ડર -૧૭ બોયઝ, ગર્લ્સ અને ડાઇવિંગમાં મહારાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની છે. જયારે બીજા ક્રમે…

Read More

ભાઇઓ/બહેનો માટે શાળાકીય SGFI રાજ્યકક્ષા નેટબોલ અં-૧૪, ૧૭,૧૯ સ્પર્ધામાં ભાગ લેવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ- ૨૦૨૪ અંતર્ગત રાજયકક્ષા SGFI શાળાકીય નેટબોલ અંડર-૧૪,૧૭,૧૯ (ભાઇઓ/બહેનો)ની સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવશે. જે અંગેની વિવિધ જિલ્લાની ટીમની યાદીના પ્રવેશપત્રો dso-sycd-grsn@gujarat.gov.com ઉપર તા.૨૨/૧૧/૨૦૨૪ સુધીમાં અચૂક મોકલી આપવા તેમજ ખેલાડીઓને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે. ટી.એ.બીલ આર.ટી.જી.એસ થી ચૂકવવામાં આવશે. આથી ટીમ મેનેજરએ આવવા-જવાના પ્રવાસ ખર્ચ સાથે લઈ આવવાનો રહેશે. ટીમ મેનેજરએ કેન્સલ ચેક…

Read More

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ અને ઉમેદવારોની ફિઝિકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા     માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે પૂર્વેના ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સ, પોલીસ, ફોરેસ્ટ, સીકયુરીટી વિવિધ ભરતી માટે વડોદરા જીલ્લાના ઉમેદવારોને તક મળે તે માટે આજરોજ ભરતી મેળો યોજાયો હતો. જેમાં શારીરિક અને લેખિત પરિક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં ૯૦ ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રેસુડેન્સીયલ તાલીમ યોજવામાં આવનાર છે .જેમાં ઉમેદવારોની…

Read More

જામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા

હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSSની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે…

Read More

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા (પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvr.blogspot.co પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં…

Read More

શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન -૨ નું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, સુરત        શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુરતમાં વસતા વઘાસીયા પરિવારનાં યુવાનો દ્વારા યુવાઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા ખાતે કરવામાં આવેલ. પરિવાર ના મહામંત્રી નિખિલ વઘાસીયા એ વિશેષ માહિતી આપતા જણાવેલ કે, શ્રી વઘાસીયા પરિવાર નું સિલ્વર જ્યુબીલી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પ્રમુખ ડો. જગદીશ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકાર ની ૨૫ કરતા પણ વધારે પ્રવૃતિઓ કરવાનું નક્કી કરેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ ક્રિકેટ નો વાયરો ચાલી રહ્યો છે મોટાભાગનાં યુવાઓ ક્રિકેટ માં વિશેષ રૂચી…

Read More

ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સ ફેર યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરાના નિઝામપુરામાં આવેલ ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સનું પ્રદર્શન યોજાયો. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે સેફ્ટી એર, વોટર, એનિમલ અને બર્ડ ના હોમ્સ, વર્ષ દરમ્યાન ની સીઝન જેવા વિષય ઉપર વિવિધ પ્રકારના મોડેલ અને પ્રયોગો રજુ કર્યા હતા. આ સાથે પ્રદર્શન ને નિહાળવા માટે ખુબજ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. નિહાળવા આવેલ તમામ ને વિદ્યાર્થીઓ ખુબજ સારી રીતે એમના મોડેલ સમજાવતા હતા. આ સાથે સાથે વિદ્યાર્થીઓ તેમના મોડેલ ઉપર લોકોનો ફિડબેક પણ જાણતા હતા. આ પ્રદર્શનમાં ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ…

Read More

૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

એક સાથે રાજયના ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકો સામુહિક સૂર્ય નમસ્કારમાં જોડાયા ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતની ૨૦૨૪ના વર્ષની પ્રથમ સિદ્ધિ હિન્દ ન્યુઝ, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ સહિત રમત ગમત ક્ષેત્રે પણ અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે ફરી એકવાર પ્રસ્થાપિત કરી છે. ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળોએ કુલ ૫૦ હજારથી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા ૨૦૨૪ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીની…

Read More

ખેલ મહાકુંભ ૨.૦ની સ્પર્ધાઓ માટે તારીખો બહાર પાડવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે સરકારના રમત ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહા કુંભ ૨.૦ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે શાળા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષાના તબક્કા સુધી આયોજન કરવામાં આવેલ છે જેના અતર્ગત છોટાઉદેપુર જીલ્લાનો કાર્યક્રમ આ પ્રમાણે નક્કી થયેલ છે. શાળા અને ગ્રામ્યકક્ષાની સ્પર્ધા તા.૩-૪ જાન્યુઆરીના રોજ યોજાનાર છે. તાલુકા કક્ષાની સ્પર્ધા તા.૫ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જીલ્લા કક્ષાની સ્પર્ધા ૧૯ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી સુધી યોજાનાર છે. તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધા…

Read More

જામનગરના સુપ્રસિદ્ધ અને આઈકોનિક સ્થળ સમાન રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર        સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.01 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે, આજરોજ તા.01 જાન્યુઆરીના રોજ જામનગર શહેરની શાન સમા અને જામનગરના આઈકોનિક સ્થળોની યાદીમાં સમાવિષ્ટ એવા રણમલ તળાવની પાળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર વહીવટી વિભાગ, જામનગર મહાનગરપાલિકા…

Read More