કાલાવડ તાલુકામાં આવેલ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા નું ગૌરવ વધારતા શાળાના વિધાર્થીઓ

હિન્દ ન્યુઝ, કાલાવડ

      જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા માં આવેલ શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનાં વિધાર્થીઓ જિલ્લા કક્ષા “ખેલ મહાકુંભ – 2025” એથલેટિક્સ હરિફાઈ અંદર 9 બ્રોડ જંપ હરિફાઈમાં દ્વિતિય તથા 30 મીટર દોડમાં તૃતિય સ્થાન મેળવી વિજેતા બન્યા તેમજ શાળાનું નામ ઉજ્વળ કરેલ છે. આ સ્પર્ધામાં વિજેતા બનેલ વિધાર્થીઓએ રાજ્યકક્ષા સ્તર પર ભાગ લેવા જશે.

    આ “ખેલ મહાકુંભ – 2025” યોજાયેલ સ્પર્ધામાં વિજેય બનેલ વિધાર્થીઓમાં તાલુકા કક્ષાએ નિનામા સુમિત પારસિંઘ, મિનામા વિક્રમ રાજુભાઈ, મુંધવા વિવેક મુકેશભાઈ, નિનામા પંકેશ પારસિંઘ તથા વિદ્યાર્થીનીઓ બારીયા હેમાંગી ભરતભાઈ, પલાસ વિશ્વા બીપીનભાઇ, વાઘેલા નિષા વિરમભાઇ, ચૌહાણ જીનલ હિતેષભાઇ નાઓએ ભાગ લીધેલ. જેમાંથી તાલુકા કક્ષાએ U 9 બ્રોડ જંપ હરિફાઈમાં વિક્રમ રાજુભાઈ મિનામા એ પ્રથમ અને સુમિત પારસિંઘ નિનામા દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. સાથે 30 મીટર દોડમાં સુમિત પારસિંઘ નિનામા પ્રથમ અને વિક્રમ રાજુભાઈ મિનામા એ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળા તથા ગામનું ગૌરવ વધારેલ છે.

    વિજય થયેલ વિધાર્થીઓ ને કોચ આચાર્ય જયેશભાઈ પુંભડિયાનું માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાત્મક ખેલમાં વિજય પ્રાપ્ત કરેલ છે એવી આચાર્ય ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment