હિન્દ ન્યુઝ, મોરબી લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૫ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૪/૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે ૧૦ તારીખ સુધીમાં પહોંચતા કરવાના રહેશે. ૧૦ તારીખ પછી મળેલી અરજીઓ આવતા મહિને ધ્યાનમાં લેવામાં આવશે. આ અરજીના મથાળે ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ…
Read MoreDay: December 5, 2025
જૂનાગઢ શહેર- જિલ્લાના પ્રશ્નો નિવારવા માટે મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારી- અધિકારીઓ સાથે સમીક્ષા કરી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ આજે જૂનાગઢ શહેર- જિલ્લાના પ્રશ્નો નિવારવા માટે મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારી- અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં ઉર્જા રાજ્યમંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ખાસ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે ભાવિકો માટેની વ્યવસ્થા સુવિધાઓના સંદર્ભમાં પરામર્શ કર્યો હતો. ઉર્જા રાજ્યમંત્રીએ મહાશિવરાત્રીના મેળામાં લાખો ભાવિકો પધારતા હોય ત્યારે રસ્તા, પાર્કિંગ સહિતની મૂળભૂત સુવિધાઓ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ઉર્જા રાજ્યમંત્રીએ ખાસ…
Read Moreઅમદાવાદ ખાતે આયોજિત ‘સ્વદેશોત્સવ 2025’નું ઉદઘાટન
હિન્દ ન્યુઝ, અમદાવાદ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની સંકલ્પનાને સાકાર કરવાની નેમ સાથે અમદાવાદ ખાતે આયોજિત ‘સ્વદેશોત્સવ 2025’નું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ. સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્વદેશોત્સવ 2025ના ઉદઘાટન સમારોહ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્વદેશી શક્તિના પ્રતીક સમી ‘સ્વાનુભૂતિ પ્રદર્શની’ ખુલ્લી મૂકી. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો તા. 5થી 9 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઊંઝાના મક્તુપુર ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, ઊંઝા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઊંઝાના મક્તુપુર ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાઓને સન્માનિત કરાયા. આજે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર શરૂ થયા છે, જેના કારણે લોકોને ગંભીર રોગોની સારવાર માટે દૂર જવું પડતું નથી : મુખ્યમંત્રી
Read Moreસુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઇજેકિંગ મોક ડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત મસુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી-હાઇજેકિંગ મોક ડ્રીલ-૨૦૨૫ યોજાઈ હતી. ત્રણ હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બપોરે ૧૧:૩૧ વાગ્યે દુબઈથી કોલકાતા આવતી ૧૬૨ મુસાફરોની ફ્લાઇટ નં.ABC-111 ને ૦૩ સશસ્ત્ર આતંકવાદીઓએ હાઇજેક કરી હતી. જેનો ઈમરજન્સી કોલ મળતા CISF QRT, CASO, એરપોર્ટ ઓપરેટર, સ્થાનિક પોલીસ, રાજ્ય ગુપ્તચર બ્યુરો સહિતની તમામ સંબંધિત એજન્સીઓ તેમજ એન્ટી-હાઇજેકિંગ કંટ્રોલ રૂમ(AHCR) સક્રિય થયા હતા.
Read Moreમહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે ભાવિકો માટેની વ્યવસ્થા સુવિધાઓના સંદર્ભે બેઠક યોજાઈ

Read More