યુવા ઉદ્યોગ સાહસિકો માટે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      કાજુ પ્રોસેસિંગના બિઝનેસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતા જૂનાગઢ નજીક ચોકી સોરઠના બે યુવાન. રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પોલિસી ફોર એમએસએમઈ અંતર્ગત ₹25 લાખની લોન પર વ્યાજ સહાયનો લાભ મળ્યો. રો કાજુનું સંપૂર્ણ પ્રોસેસિંગ, ગ્રેડિંગથી લઈને પેકિંગ અને શોર્ટિંગ કરી દેશભરમાં વેચાણ કરે છે. 300થી વધુ લોકોને રોજગારી મળી રહી છે.

Read More

સુશાસનથી સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની સફળ ગાથા

હિન્દ ન્યુઝ, બોટાદ 22 ડિસેમ્બર સ્ટાર્ટઅપ અને ઈનોવેશન દિવસ નિમિત્તે બોટાદના ‘આર્યા પોલી પ્લાસ્ટ’ સ્ટાર્ટઅપની પ્રેરણાદાયી કહાની બોટાદ જિલ્લાનાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની આ સફળ કહાની એ દર્શાવે છે કે મજબૂત વિઝન, આધુનિક ટેક્નોલોજી અને સતત નવીનતા સાથે સ્થાનિક સ્તરે શરૂ થયેલાં ઉદ્યોગો રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.

Read More

ડાંગ જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને તા.૦૩ જાન્યુઆરી સુધી સભા સરઘસબંધી 

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં આગામી તહેવારોની ઉજવણી દરમિયાન, ડાંગ જિલ્લામા જાહેર શાંતિ, અને સલામતી જાળવવા સારુ સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામા આવી છે.  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ યુ.વી.પટેલ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ – ૧૬૩ અન્વયે, ડાંગ જિલ્લામાં આગામી તારીખ ૦૩ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઈ પણ સભા કરવી કે બોલાવવી, સરઘસ કાઢવુ કે દેખાવ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ ફરજ પરના સરકારી નોકરી અથવા રોજગારમા હોય તેવી વ્યક્તિઓ, કોઇ લગ્નનો વરઘોડો, સ્મશાન યાત્રા, મંદિર, મસ્જિદ અથવા દેવળમા પ્રાર્થના કરવા જતા બોનોફાઇડ…

Read More

કિસાન સૂર્યોદય યોજના (KSY) હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સાત જિલ્લાઓના ૨.૫૪ લાખ ખેડુતોને દિવસે વીજળી મળી રહી છે

હિન્દ ન્યુઝ, સુરત    રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુદૃઢ સુશાસન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતલક્ષી યોજનાઓ તમામ ખેડૂતો સુધી સફળતાપૂર્વક પહોંચાડી રહી છે, અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, કિસાન સૂર્યોદય યોજના (KSY), જેના થકી આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ સુરત, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વલસાડ સહિતના સાત જિલ્લાઓના ૨.૫૪ લાખથી વધારે ખેતીવાડીના ગ્રાહકોને દિવસે વીજળી મળતી થઈ છે. તા.૪/૨/૨૦૨૪ થી DGVCLના તમામ ૮૦૭ ખેતીવાડી ફીડરોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી લઈને ખેડુતોને દિવસે વીજળી આપવામાં આવે છે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ સૂર્યપ્રકાશના કલાકોનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે ખેડૂતોને…

Read More

ઇનોવેશન ક્લબ તથા SSIP ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે આવેલ ઇનોવેશન ક્લબ તથા SSIP ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણીના ભાગરૂપે “ઊર્જા સંરક્ષણ ક્ષેત્રે રહેલ સ્ટાર્ટઅપની નવીન તકો” અંતર્ગત માર્ગદર્શન વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.     જેમાં થયેલી ચર્ચા અનુસાર પ્રકૃતિમાં રહેલા ઉર્જાના જુદા જુદા સ્ત્રોતોનું જતન અને સંવર્ધન કરવા માટેના નવીનતમ વિચારોને સ્ટાર્ટઅપમાં ફેરવવા માટે રહેલ વિવિધ તકો અંગે વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિષ્ણાંત વક્તા તરીકે સંસ્થાના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ તથા આ વિષયના નિષ્ણાંત ડો.પી.વી.બારસીયા દ્વારા ઊર્જા સંરક્ષણ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકતાની તકો અંગે…

Read More

વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા

હિન્દ ન્યુઝ, વલસાડ     પ્રાકૃતિક ખેતી થકી દેશના ખેડૂતો આર્થિક રીતે ઉન્નત બને, દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.     રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જન આંદોલન બને તે અર્થે નાનાપોંઢા તાલુકામાં કપરાડા…

Read More

“સાયબર ક્રાઈમ : જોખમ, જાગૃતિ અને જાળવણી” વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કવચ કેન્દ્ર સાયબર સેલ પ્રકલ્પ અંતર્ગત “સાયબર ક્રાઈમ : જોખમ, જાગૃતિ અને જાળવણી” વિષય પર નિષ્ણાંત વ્યાખ્યાન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જે.કે. એમ. કોમર્સ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. અજયકુમાર સી. ટીટાએ સાયબર ક્રાઈમના વિવિધ સ્વરૂપો, તેના જોખમો, તેમજ આજના ડિજિટલ યુગમાં સાવચેત રહેવાની આવશ્યક્તા અંગે વિસ્તૃત અને સરળ રીતે માર્ગદર્શન આપ્યું હતું. બહાઉદ્દીન કોલેજના આચાર્ય ડો. જે.આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ કવચ કેન્દ્ર સાઈબર સેલના અધ્યક્ષ ડો. જીજ્ઞેશ કાચા તથા સાઈબર સેલ સમિતિ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓએ…

Read More

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ૧૨ નગરપાલિકાઓ માટે વોટર સપ્લાઈની તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ૧૨ નગરપાલિકાઓ માટે વોટર સપ્લાઈની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, ઈજનેર(એ.એચ.એમ.), સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના મેનેજરે ભાગ લીધો હતો.  ગુજરાત સરકારે વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે, રાજ્ય સ્તરે તમામ વિભાગોના વડાઓ, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓના ઝોન હેઠળની તમામ નગરપાલિકાઓમાં ઇવેન્ટ અને એક્ટીવીટી માટે શહેરી વિકાસ વર્ષની ઉજવણીનું કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. જે અન્વયે ‘‘એમ્પાવરીંગ મ્યુનિસિપલ સ્ટાફ, સ્ટ્રેન્ગ્ધનિંગ અર્બન…

Read More

उपराष्ट्रपति ने भारतीय रक्षा लेखा सेवा के प्रशिक्षु अधिकारियों को संबोधित किया

हिन्द न्यूज़, दिल्ली     उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने आज उपराष्ट्रपति एन्क्लेव में भारतीय रक्षा लेखा सेवा (आईडीएएस) के 2023 और 2024 बैच के प्रशिक्षु अधिकारियों को संबोधित किया। उपराष्ट्रपति ने उनका स्वागत करते हुए कहा कि रक्षा लेखा विभाग की 275 वर्षों से अधिक की समृद्ध विरासत है और यह सरकार के सबसे पुराने विभागों में से एक है। उन्होंने कहा कि 2047 तक विकसित भारत के महत्वाकांक्षी लक्ष्य की ओर अग्रसर देश के इस स्वप्न को साकार करने में सिविल सेवकों की महत्वपूर्ण भूमिका होगी। उपराष्ट्रपति ने अमृतकाल…

Read More

‘‘સ્વસ્થ ભારત, સ્વસ્થ ગુજરાત તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’’ અભિયાન અંતર્ગત સર્વરોગ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ

હિન્દ ન્યુઝ, વલસાડ     રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધરમપુર તાલુકાના કાંગવી ગામમાં આવેલા વિદ્યા નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે આર એસ એસ કાર્યકર મહેશભાઈ પટેલ તથા સતીશભાઈ પટેલના સહકારથી ‘‘સ્વસ્થ ભારત, સ્વસ્થ ગુજરાત તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’’ અભિયાન અંતર્ગત સર્વરોગ હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More