હિન્દ ન્યુઝ, ખંભાળીયા દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની જાણિતી સંસ્થા ને ગુજરાત સીને મીડિયા એવોર્ડ 2025 એનાયત કરાયો વડોદરા ખાતે કલા સંસ્કૃતિ સાથે સેવાભાવને “ગુજરાત સિને મીડિયા એવોર્ડ કાર્યક્રમ” માં બિરદાવતા આ તકે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સેવાભાવી સંસ્થા ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ‘ ને એવોર્ડ એનાયત કરાયો. સંસ્થાના સભ્યોને ઘણો આણંદ ઉત્સાહ મળ્યો. સંસ્થાના ઉપપ્રમૂખ અશોકભાઇ સોલંકી ને શિલ્ડ આપવામાં આવ્યું. ‘એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ’ ટીમ દ્વારા કરવામાં આવતી સેવાઓની નોંધ પણ લેવામાં આવી.
Read MoreDay: December 21, 2025
તા.૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે. સમસ્ત આદિવાસી સમાજ-ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્દઘાટન તા.૨૬મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે દ્વારા જણાવાયું છે.
Read More