હિન્દ ન્યુઝ, સુરત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના અધ્યક્ષસ્થાને નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ‘અંગદાન, મહાદાન’ અભિયાન ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ બનાવેલા અંગદાન જાગૃતિના પેઈન્ટિંગ અને પોસ્ટરોનું વિશેષ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે દિલીપદાદા દેશમુખે વિદ્યાર્થીઓને ‘અંગદાન, મહાદાન’ના શપથ લેવડાવ્યા હતા અને ‘એક વિદ્યાર્થી-૧૦૦ પરિવાર’ના સંકલ્પ સાથે પ્રત્યેક વિદ્યાર્થી ૧૦૦ પરિવારને અંગદાન અંગે માર્ગદર્શન અને સમજ આપવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અંગદાન અભિયાનને જનઆંદોલન…
Read MoreDay: December 20, 2025
વીર નર્મદ યુનિવર્સિટીમાં ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’નો શુભારંભ કરાવતા રમતગમત રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીત
હિન્દ ન્યુઝ, સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 52મા ‘રાણી અબક્કાદેવી યુવા મહોત્સવ’ને રમતગમત રાજ્ય મંત્રી ડો.જયરામભાઈ ગામીતે ખુલ્લો મૂક્યો હતો. તા.૨૩ ડિસે. સુધી આયોજિત યુવા મહોત્સવમાં ૧૩૪ કોલેજોના ૫૪૦૦ વિદ્યાર્થીઓ ૩૪ પ્રકારની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે મંત્રી જયરામભાઇ ગામીતે યુનિવર્સિટી સાથેનો તેમનો વિદ્યાર્થી તરીકેનો નાતો, વિદ્યાર્થી જીવનના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, યુવક મહોત્સવ દ્વારા સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે સરાહનીય છે. અભ્યાસ સથે વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર સિંચનથી વીર નર્મદ યુનિવર્સિટીએ આગવી…
Read Moreપી.પી. સવાણી પરિવાર આયોજિત ૧૮મા સમૂહલગ્નના પ્રથમ દિવસે પિતાવિહોણી ૧૩૩ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
હિન્દ ન્યુઝ, સુરત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંવેદના અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે સવાણી પરિવાર આયોજિત સમૂહ લગ્નોત્સવ પરંપરાગત લગ્નથી વિશેષ તમામ વિધિઓ સાથે ભવ્ય લગ્ન યોજી માતાપિતા વિહોણી દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું કાર્ય પ્રશંસનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રથમ દિવસે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે ‘કોયલડી’ લગ્નોત્સવનો શુભારંભ પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના ૧૮મા સમૂહલગ્ન ‘કોયલડી’ના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘કોયલડી’ સમાન પિતાવિહોણી ૧૩૩ દીકરીઓના સમૂહલગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. …
Read Moreજિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિતરણ વ્યવસ્થા અંગે ચર્ચા કરાઈ. જિલ્લામાં નવેમ્બર-૨૦૨૫ માં કુલ-૧,૬૩,૭૦૦ રેશનકાર્ડ ધારકો પૈકી ૧,૫૩,૯૧૬ રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૯૯.૯૪% NFSA રેશનકાર્ડધારકોના આધારસીડીંગની કામગીરી કરાઈ જેની ચર્ચા થઈ હતી. NFSA-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટેની કુલ-૪૦૯ અરજીઓ પૈકી ૩૧૮ અરજીઓનો નિકાલ નવેમ્બર-૨૦૨૫ માં કરાયો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કુલ-૬ રેશનકાર્ડ કમી કરાયા છે. સંગ્રહખોરી, નફાખોરી…
Read Moreજૂનાગઢ ખાતે કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ સુશાસનની નેમને સાર્થક કરતી જુનાગઢ જિલ્લાની કેશોદ મામલતદાર કચેરી, મહેસૂલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓની તાલીમ પર ભાર અપાયો. આયુષ્માન કાર્ડ વગેરે બાબતમાં જરૂરી રહેતા આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે. એકસમયે ખેડૂતોની રેવન્યુ રેકર્ડમાં હક્કપત્રક નોંધ નામંજૂર થવાનો દર 10.91 ટકા હતો, તેને ઘટાડીને 0.90 ટકા સુધી લાવવામાં સફળતા મળી. અધિકારી-કર્મચારીઓના પ્રયાસથી 83,337 રેશનકાર્ડ ધારકોનું MY RATION એપથી E-KYC થયું. જાન્યુઆરીથી કુલ 18184 દાખલા-પ્રમાણપત્રો અરજદારોને અપાયા.
Read Moreકાલાવડ તાલુકા કક્ષાએ શિક્ષકોની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, કાલાવડ જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત કાલાવડ તાલુકાની શિક્ષકોની તાલીમ તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર યોજાઇ. આ તાલીમમાં શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવાર, યોગ તથા આપણી રમતો વિષય પર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષકો અને તજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ તાલીમમાં પ્રથમ દિવસે બાયસેગના માધ્યમથી રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર તાલીમ સમય દરમિયાન તમામ શિક્ષકો તથા તજજ્ઞોએ ઉત્સાહ પૂર્વક વિવિધ નાવિન્ય પૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. આ તાલીમમાં વર્ગ સંચાલક તરીકે બીપીનભાઈ રાબડિયા, અલ્પેશભાઈ…
Read Moreસ્વદેશી અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તથા આત્મનિર્ભર ભારત ત્રણેય ઉદ્દેશોને એક સાથે લઈ આગળ વધી રહેલા દહેગામના ખેડૂત હિતેશભાઈ પટેલ તથા તેમનો પરિવાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે આવેલ રામભૂમિ ફાર્મ આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યું છે. ફાર્મના સંચાલક હિતેષભાઈ પટેલ અને તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલો રહી આરોગ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનનો સંદેશ આપી રહ્યા છે. અને આજ સંદેશ લઈ તેઓ ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા સ્ત્રી શક્તિ મેળામાં પરિવાર સહિત સહભાગી બન્યા છે. હિતેષભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંની વિવિધ દેશી જાતોનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે ગાય આધારિત ખેતીને કેન્દ્રમાં રાખીને ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીમાંથી અનેક ઉપયોગી…
Read Moreસ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં આદિજાતિના બાળકોની જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૭૦૦થી વધુ આદિજાતિના બાળકોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડની વિવિધ રમતો, બરછી ફેંક, ચક્ર ફેક, ગોળા ફેંક લાંબી કૂદ, ચેસ, યોગા વગેરે રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. આવનાર સમયમાં બાળકો સખત પરિશ્રમ થકી રમત ગમત ક્ષેત્રે ખૂબ…
Read Moreશાંતિનિકેતન હાઈસ્કુલ ખાખરીયા ખાતે યોજાયેલ સ્કુલ હેલ્થ પ્રોગ્રામની જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે. જે અંતર્ગત જિલ્લાની 102 શાળાઓમાં 13818 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમા સિકલ સેલ, બાળરોગ, એનિમિયા, ટીબી મેલેરીયા ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ પાણીજન્ય રોગો સ્વચ્છતા, યોગ્ય પોષણકડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે…
Read More