હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પટાંગણમાં “તુલસી પૂજન” સાથે “તુલસી રોપા” નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.

‘તુલસી પૂજા દિવસ’ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ક્રિસમસ હોવાથી ઘણા સનાતનીઓ ધર્મ પ્રત્યે જાગૃત ન હોવાના પગલે તુલસી માતાની પૂજા ન કરી પોતાના ઘરે ‘ક્રિસ્ટમસ ટ્રી’ લગાવી ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે સૌ સનાતનીઓએ આ દિવસે તુલસી પૂજન કરી ‘તુલસી પૂજા’ દિવસની ઉજવણી કરવી જોઈએ એમ “હિન્દ રક્ષક સંઘ” ના સંસ્થાપક – અધ્યક્ષા માનનીય ડૉ.સીમાબેન પટેલ નાઓએ સનાતનીઓને વિનમ્ર અનુરોધ કર્યો હતો. દેશના અનેક સંતો, મહંતોએ પણ ક્રિસમસ ડે એટલે કે 25 ડિસેમ્બરને “તુલસી પૂજા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણા સનાતની યુવા પેઢી પશ્ચિમી રિવાજો તરફ ન વળતા હિન્દુ સંસ્કૃતિ તરફ વળે સાથે આપણા ધર્મને અનુસરે એ હેતુ-લક્ષ્ય થી “હિન્દ રક્ષક સંઘ” દ્વારા કાલાવડ ‘શ્રી પીપળેશ્વર મહાદેવ’ મંદિર ખાતે ‘તુલસી પૂજન’ કાર્યક્રમ કરવામાં આવ્યું. મંદિરનાં પૂજારી શ્રી પ.પૂ. જીકા બાપુ નાં વરદ હસ્તે સર્વ પ્રથમ વિધિવત રીતે તુલસી પૂજન તેમજ શાલીગ્રામ ની પૂજા અર્ચના કર્યા બાદ બહેનો દ્વારા ભજન કિર્તન કરી તુલસી રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાલાવડના સનાતનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.




