જામનગર જિલ્લામાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, જામનગર અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા જિલ્લા કલેકટર કેતન ઠક્કરની નાગરિકોને અપીલ    જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને ગુજરાત ગેસ લિમિટેડ સાથે સતત સંકલન સાધીને એલ.પી.જી. અને પી.એન.જી. રાંધણગેસના જથ્થાનું દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ જામનગર જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો દરેક સ્થળે સરળતાથી મળી રહે તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ…

Read More

વાલક પાટિયા સ્થિત જમનાબા વિધાર્થી ભવનની મુલાકાત લેતા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, સુરત     મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વાલક પાટિયા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સંચાલિત ‘જમનાબા વિદ્યાર્થી ભવન’ની મુલાકાત લીધી હતી. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે.                 રાજ્યપાલશ્રીએ જમનાબા વિદ્યાર્થી ભવનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને ભવનના સુવ્યવસ્થિત સંચાલનની પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી. તેમણે સંસ્થાની શિક્ષણ પ્રત્યેની સમર્પણ ભાવનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ લાવવામાં આવી છે, તે આવનારી પેઢી માટે એક…

Read More

કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સીઓના પ્રોપરાઈટર ઓ સાથે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  જિલ્લામાં એલ.પી.જી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ – કલેક્ટર વૈશ્વિક યુધ્ધની પરિસ્થિતિમાં જિલ્લામાં ગેસ સિલીન્ડરોની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સજ્જ કાળાબજાર રોકવા અને સુચારુ વિતરણ માટે કલેકટરના કડક આદેશ      હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુધ્ધના પગલે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ અને ખાસ કરીને એલ.પી.જી. (LPG) સિલીન્ડરોની કોઈ અછત ઉભી ન થાય તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે આજે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના વીસીખંડ ખાતે જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓના પ્રોપરાઈટરશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ગેસ એજન્સીઓ અને જથ્થાની સ્થિતિ વિશે…

Read More

ડાંગ જિલ્લાની સરકારી વિનયન કોલેજ સુબીર ખાતે વાર્ષિકોત્સવ પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ   સરકારી વિનિયન કોલેજ સુબીર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ, તારીખ ૧૧/૦૩/૨૦૨૬ બુધવારના રોજ કોલેજ કેમ્પસ બી.આર.સી ભવન સુબીર ખાતે યોજવામાં આવ્યો હતો.  આ પ્રસંગે આહવા કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે ગાંગુર્ડે દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા. સાથે તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ વગર નવી દિશા નવી દ્રષ્ટિ ખુલતી નથી. માટે સુબીર કોલેજ પાછળ ન રહી જાય, અને વિદ્યાર્થીઓ સારી ડિગ્રી લઈ ખૂબ આગળ વધે એવા આશીર્વચનો પાઠવ્યાં હતાં.  કોલેજના સીનીયર પ્રાધ્યાપક પી.એમ ઠાકર્યા દ્વારા…

Read More

સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યકિતઓને ભેગા થવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, સુરત        સુરત શહેરમાં જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કમિશ્નરેટ વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યાએ ચાર કે તેથી વધુ માણસોને ભેગા થવા/સભા ભરવા/ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.     આ હુકમનો અમલ તા:૨૭/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવશે આ હુકમ સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.   

Read More

બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં જળ- સંકટનો આવશે કાયમી ઉકેલ: વડગામ- પાલનપુરના ૧૨૬ તળાવોમાં હવે આવશે નર્મદાના નીર

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા     મહેસૂલી ઈતિહાસમાં પ્રથમવાર: ગૌચરના તળાવોને ‘કુદરતી તળાવ’ જાહેર કરીને ખેડૂતોની વ્હારે આવતી રાજ્ય સરકાર મહેસૂલ વિભાગના સહયોગથી તમામ ૧૨૬ તળાવોને ‘નીમ’ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે : પાલનપુર પ્રાંત અધિકારી કે.પી.ચૌધરી વડગામના ૭૩ અને પાલનપુરના ૫૩ તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા પાઈપલાઈન પ્રોજેક્ટ થકી ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષો જૂના મહેસૂલી પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે: સરકારનો આભાર વ્યક્ત કરતા સરપંચ કામરાજભાઈ ચૌધરી

Read More

હિલા સશક્તિકરણની નવી દિશા: જંબુસર ખાતે પાણી સમિતિની બહેનો માટે જાગૃતિ કાર્યશાળા

હિન્દ ન્યુઝ, ભરૂચ      ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ‘પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી’ વિષય પર વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વાસ્મો (WASMO) દ્વારા ૧૮ ગ્રામ પંચાયતોને પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગામના વિકાસ અને પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ તેમને સરકારી યોજનાઓ અને સ્વરોજગારી અંગે માર્ગદર્શન આપી સશક્ત બનાવવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.

Read More

વિસાવદર તાલુકાના ભૂતડી ગામની મુલાકાત

હિન્દ ન્યુઝ, જૂનાગઢ    આજરોજ વિસાવદર તાલુકાના ભૂતડી ગામની મુલાકાત લેવામાં આવી. ગામ પંચાયત દફતરની તપાસણી કરવામાં આવી તેમજ સરપંચ, સભ્યો અને ગ્રામજનો સાથે ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે સવાંદ કરવામાં આવ્યો. ભૂતડી પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને તેમને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. એમ.ડી.એમ. સેન્ટરની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા ભોજન તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે તપાસ કરી જરૂરી સૂચન આપ્યા.

Read More

સુરત શહેરમાં હથિયારબંધીનો અમલ જારી

હિન્દ ન્યુઝ, સુરત     સુરત શહેર કમિશ્નરેટ હેઠળ આવતા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને સુરત કમિશ્નર હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તાત્કાલિક અસરથી તા.૨૭/૦૩/૨૦૨૬ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, બંદુક, છરા, લાકડી, પથ્થરો, સ્ફોટક પદાર્થો કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Read More

ગુજરાતની 4 મહાનગરપાલિકામાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’, સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઉત્પાદકોને મળશે કાયમી પ્લેટફોર્મ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને મંચ આપવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહી છે. ગુજરાતમાં સ્વદેશી મેળાઓના સફળ આયોજન બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ 4 મહાનગરપાલિકાઓમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. નમો સ્વદેશી…

Read More