હિન્દ ન્યુઝ, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે…
Read MoreDay: March 23, 2026
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો માત્ર અફવા છે!
હિન્દ ન્યુઝ, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની વાતો માત્ર અફવા છે! ગુજરાત સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત ખાતરી આપવામાં આવી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોને પેનિક ન થવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. જાણીજોઈને પંપ બંધ રાખનાર ડીલરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Moreગુજરાત સરકાર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો…
Read Moreભારતીય વાયુસેના દ્વારા જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરને પ્રતિષ્ઠિત ‘Commendation’ મેડલ એનાયત
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ વહીવટી કામગીરીની નોંધ લઈને તેમને વાયુસેનાના પ્રતિષ્ઠિત ‘Commendation’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે તેમને આ મેડલ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર એરફોર્સ બેઝ એ દેશનો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો બેઝ છે અને કલેક્ટર તરીકે શ્રી કેતન ઠક્કરે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કરી વહીવટી પ્રક્રિયાઓને વેગ આપ્યો છે.ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ…
Read Moreજામનગરની સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સિંધી સમાજ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી ઓરલ હેલ્થ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયુ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ ‘વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ’ (World Oral Health Day) નિમિત્તે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંધી સમાજ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને રોટરી ક્લબનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મૌખિક આરોગ્ય ચકાસણી શિબિર યોજવામાં આવી હતી, જેમાં નિષ્ણાત તબીબો દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જનજાગૃતિના ભાગરૂપે પ્રભાવશાળી નુક્કડ નાટક દ્વારા દાંતની સુરક્ષા અને મૌખિક સ્વચ્છતાના મહત્વને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મૌખિક સ્વચ્છતા સંબંધિત વિવિધ…
Read Moreઅંકલેશ્વર સીટી ડેપો ખાતેથી ૩ નવી એસ.ટી. બસોનો ભવ્ય પ્રારંભ!
હિન્દ ન્યુઝ, અંકલેશ્વર ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરતા, અંકલેશ્વર સીટી ડેપો ખાતેથી માનનીય મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે ત્રણ નવીન એસ.ટી. બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
Read Moreગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે “અખિલ ભારતીય મહર્ષિ બાદરાયણ (વેદ વ્યાસ) સમારોહ” યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ મહામહિમ રાજ્યપાલ દ્વારા લોકાર્પિત અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે અખિલ ભારતીય મહર્ષિ બાદરાયણ (વેદ વ્યાસ) સંસ્કૃત સમારોહ તા.૧૦/૩/૨૬ થી ૧૨/૩/૨૬ દરમિયાન યોજાઈ ગયો. આ સમારોહમાં મહર્ષિ બાદરાયણના જીવન કવન વિશે વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા.તેમના સમાજ ઉત્કર્ષના કાર્યોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા.ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્વાનોએ પોતાની કર્મરૂપી સુવાસ દ્વારા સંસ્કૃત અને યુનિવર્સિટીનું નામ વિશ્વમાં રોશન કર્યુ છે તેવા ડૉ.હર્ષદેવ માધવ ,ડૉ.ગૌતમ પટેલ સાથે અન્ય વિદ્વાનોને આજના કાર્યક્રમના અધ્યક્ષ પરમ આદરણીય પરમાત્માનંદ સરસ્વતીજી આર્ય વિધ્યા મંદિર રાજકોટ ,પરમ સન્માનીય…
Read Moreજામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજનું રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને DR-TB સેન્ટર
૨૪ માર્ચ ‘વિશ્વ ટીબી દિવસ’ હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના રેસ્પિરેટરી મેડિસિન વિભાગ અને નોડલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) સેન્ટર દ્વારા ક્ષય રોગ નિયંત્રણ અને સારવાર ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કેન્દ્ર જામનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, દીવ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓ માટે એક વિશિષ્ટ રેફરલ કેન્દ્ર તરીકે કાર્યરત છે, જ્યાં સામાન્ય ક્ષય રોગ ઉપરાંત મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (MDR-TB) તથા એક્સટેન્સિવલી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી (XDR-TB) જેવા જટિલ કેસોની રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ…
Read Moreનવસારી જિલ્લાના ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, નવસારી ગણદેવી વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ઉજવણી આજ રોજ રવિવારે ગણદેવી તાલુકા કોળી પટેલ સમાજ વાડી પરિસરમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સહકારી મંડળીના અગ્રણીઓ, કાર્યકરો અને સભાસદોની ઉપસ્થિતિમાં સંસ્થાની ૭૫ વર્ષની વિકાસયાત્રા, સેવાકીય પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને સંસ્મરણોને વાગોળવામાં આવ્યા હતા. અમૃત મહોત્સવના આ પ્રસંગે રાજ્યના…
Read Moreખેડૂતથી સફળ વ્યવસાયી સુધી: નવસારી મિલેટ મહોત્સવે અંબિકા ફાર્મ આઉટલેટને આપી નવી ઓળખ”
હિન્દ ન્યુઝ, નવસારી ડાંગ જિલ્લાના જામનાપાડા ગામના અંબિકા હળદર ફાર્મ આઉટલેટના બ્રિજેશભાઈ બિરારી માટે ખેતી માત્ર રોજીંદું કામ નહીં, પરંતુ સંસ્કાર અને સંઘર્ષની કહાની છે. કુદરતી પદ્ધતિથી ઉગાડેલા દેશી કઠોળ, ચોખા ,હળદર અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોમાં તેમણે હંમેશા ગુણવત્તા જાળવી. ગામની હદોમાં જ સીમિત રહેલી આ મહેનત હવે ધીમે ધીમે નવી દિશા પકડતી જોવા મળી રહી છે. નવસારી મિલેટ મહોત્સવ જેવા સશક્ત પ્લેટફોર્મના કારણે બ્રિજેશભાઈએ માત્ર ખેતી સુધી મર્યાદિત ન રહી, પરંતુ “અંબિકા પ્રાકૃતિક ફાર્મ આઉટલેટ” દ્વારા પોતાનો વ્યવસાય વિકસાવ્યો છે. આજે તેઓ…
Read More