દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં પૂરાંત વાળું બજેટ મંજુર

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા પંચાયત કચેરી મિટિંગ હોલ ખાતે શુક્રવારે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના વાર્ષિક બજેટ અંગે તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમ સિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં તમામ સભ્યો અધિકારીગણ ની હાજરીમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નું અંદાજપત્ર રજૂ કરી સર્વાનુમતે 23.5 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે શુક્રવારે મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૧ નું 2305000 નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા પંચાયતની બંધ સિલક ૨૦૨૦- ૨૧ ની 2.33.173 રહેવા પામી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા શિક્ષણ ખેતી-પશુપાલન આરોગ્યક્ષેત્રે સમાજ કલાક્ષેત્રે વગેરે ક્ષેત્રોમાં તેમજ વિકાસના કામો થશે આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એન.સી.ઠાકોર ઉપપ્રમુખ અમરબેન ચૌહાણ કારોબારી અધ્યક્ષ માનજીભાઈ જોષી, પી.આર. દવે, એમ.જી.રાઠોડ, એસ.એલ.ભૂગોર, નાયબ હિસાબનીશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ વર્ષ ૨૦૨૧-૨૨ નું પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી એન સી ઠાકોરનું તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment