રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ,રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગતવોર્ડ નં.૦૨ ખાતે રાજીવનગર તથા સંજયનગર વિસ્તારનાં સ્વ-સહાય જૂથની બહેનો માટે ઘરમાં પડી રહેલ બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં વેસ્ટ પૂઠામાંથી સુશોભિત વોલફ્રેમ, જુના કપડા/કાપડમાંથી ફેબ્રીક જ્વેલેરી, તોરણ, ટોડલીયા વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘરઉપયોગી સુશોભિત કૃતિઓ બનાવવાની સ્વ-સહાય જૂથના બહેનોને માસ્ટર તેજલબહેન પોપટ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમ થકી સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતો કચરો જ્યાં ત્યાં ફેક્વાને બદલે તેનો સદઉપયોગ કરી…

Read More

જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આકાશી વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી સમયમાં વર્ષાઋતુમાં સમગ્ર જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બને કે અન્ય નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. તેથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવા જરૂરી જણાય છે. જામનગરની જાહેર જનતાને આકાશી વીજળીથી બચવા માટે અત્રે જણાવ્યા અનુસાર માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આકાશી વીજળી થતી હોય ત્યારે ઘરની અંદર હોવાના કિસ્સામાં શું કરવું જોઈએ ?? (1) વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું જોઈએ. (2) બારી-બારણાં અને છતથી દૂર રહેવું જોઈએ. (3) વીજળીના વાહક બને…

Read More

નીકાવા ગામમાં આવેલ હજરત હાજી કાસમદાદા ખલિફા દરગાહ શરીફ ખાતે ઉર્સે-એ-કાસમી ઉજવાશે

હિન્દ ન્યુઝ, કાલાવડ       આવતી કાલ નાં રોજ તા. 17-05-2024 ને શુક્રવાર (મુ. તા. 8 જિલ્કાદ) ના રોજ નિકાવા ખાતે વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલિફાએ સોહરવર્દી રહેમતુલ્લાહેનો 23 મો શાનદાર ઉર્ષ ઉજવાશે. જેમાં સવારે 11:30 એ પાંધીઓ માટે રોટની દાવત, ત્યારબાદ બપોરે 04:30 એ સંદલ મુબારકનું જુલુસ , ત્યાર બાદ સાંજના 07:00 થી 10:00 ન્યાજ તકસિમ કરવામાં આવશે. ત્યાર બાદ ઈશા નમાજ બાદ મોલાના અબ્દુલ કાદરીબાપુ (હડમતારા વાળા) તકરીર ફરમાવશે અને ત્યાર બાદ રાત્રે 10:30 થી મુકરીરે ખુસૂશી “હજરત અલ્લામા મોલાના મુફ્તી ગુલ્ફામ રજા રામપુરી” તેમની…

Read More