ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર  લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ હતું. ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ માટે સુંદર આયોજન થયું છે. લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે થયેલાં વિવિધ જાગૃતિ આયોજનોમાં શિક્ષકોનાં માર્ગદર્શન સાથે આ બાળકો દ્વારા કાર્યક્રમો અપાયાં છે. ચૂંટણી કામગીરીમાં નિરીક્ષક રહેલાં શિક્ષક જગદીશભાઈ બોરિચા સાથે રાયમલભાઈ ગોહિલ તથા રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન માર્ગદર્શન સાથે ગામમાં શેરી નાટક વડે મતદાન ફરજ વિશે સંદેશો આપવામાં આવેલ…

Read More

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર       આગામી મે-૨૦૨૪/જૂન-૨૦૨૪ નાં માસ દરમ્યાન તા.૦૭/૦૫/ર૦૨૪ નાં રોજ રવીન્દ્રનાથ ટાગોર જયંતિ, તા.૧૦/૦૫/૨૦૨૪ નાં રોજ અખાત્રીજ, તા.૧૫/૦૫/૨૦૨૪ નાં રોજ દુર્ગાષ્ટમી, તા.૨૩/૦૫/૨૦૨૪ નાં રોજ બુદ્ધપૂર્ણિમા, તા.૨૬/૦૫/૨૦૨૪ નાં રોજ સંકષ્ટ ચતુર્થી. ૩૦/૦૫/ર૦ર૪ નાં રોજ કાલાષ્ટમી તથા તા. ૦૫/૦૬/૨૦૨૪ ના રોજ કાલીકા પુજા વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા…

Read More

ભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા દીઠ એક એક આદર્શ મતદાન મથક સહિત જિલ્લામાં કુલ-૦૭ જેટલાં આદર્શ મતદાન મથકો કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી તા.૭મી,મે ના રોજ ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેમજ મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા દીઠ એક એક આદર્શ મતદાન મથક સહિત જિલ્લામાં કુલ-૦૭ જેટલાં આદર્શ મતદાન મથકો કાર્યરત થશે. જેમાં ૯૯-મહુવા વિધાનસભા મતક્ષેત્ર માટે ૧૪૮-મહુવા-૫૨ નંબરનું બુથ BCA કોલેજ, રૂમ નં.૨, નેહરુ વસાહતની બાજુમાં, ૧૦૦-તળાજા વિધાનસભા મતક્ષેત્ર માટે ૧૭૧-માંડવા બુથ,નવી પ્રાથમિક શાળા રૂમ નં.૩, ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મતક્ષેત્ર માટે ૯૭-ગારીયાધાર-૦૭ નંબરનું,નવી પ્રાથમિક શાળા, વાવ પ્લોટ,પશ્ચિમ તરફ રૂમ, ૧૦૨-પાલીતાણા વિધાનસભા…

Read More

ભાવનગરમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા ૧૦,૨૦૬ જેટલાં અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ૭ મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિવિધ જગ્યાઓએ પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટેના ફેસિટિલેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે.જેમાં ૧૦૨૦૬ લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. અત્રે નોંધનીય છે કે, ૯૯-મહુવા વિધાનસભા મતક્ષેત્રમાંથી ૧૦૯૫ લોકોએ, ૧૦૦-તળાજા વિધાનસભામાંથી ૧૦૯૬ લોકોએ, ૧૦૧-ગારીયાધારમાંથી ૯૭૨ લોકોએ,૧૦૨-પાલીતાણામાંથી ૧૧૫૬ લોકોએ, ૧૦૩- ભાવનગર ગ્રામ્યમાંથી ૧૯૬૬ લોકોએ, ૧૦૪-ભાવનગર પૂર્વ માથી ૧૯૮૪ લોકોએ તેમજ ૧૦૫-ભાવનગર પશ્ચિમ વિધાનસભા માંથી ૧૯૩૭ સહિત કુલ-૧૦૨૦૬ જેટલાં અધિકારીઓ, કર્મચારીઓ…

Read More

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ઈલેક્શન મેટાવર્સનું લોન્ચીંગ કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર      તા.07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગૃપ GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે આ ઈલેક્શન મેટાવર્સનું CEO કચેરી ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ…

Read More

જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “બોલો ભાઈ ચુંટણી આવી..”વીડિયો ફિલ્મ તૈયાર કરી મતદાનની અપીલ કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર, જામનગર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓએ “બોલો ભાઈ ચુંટણી આવી..” વીડિયો ફિલ્મ અને મતદાન જાગૃતિ સાથેની સ્લોગન વીડિયો ક્લિપ તૈયાર કરી નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટેની પ્રેરણા આપી હતી. વિડીયોમાં કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. આ બંન્ને વીડિયોના કાવ્ય અને સ્લોગન જિલ્લા પંચાયત, જામનગરમાં…

Read More

જી.જી. હોસ્પિટલમાં અમરનાથજીની યાત્રા પર જતા યાત્રીઓની તબીબી તપાસ કરી અપાશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાંથી જે નાગરિકો અમરનાથજીની પવિત્ર યાત્રામાં સામેલ બન્યા હોય, તો તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી જણાય છે. તેથી આ તબીબી તપાસ કરાવવા માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અનુસાર તમામ યાત્રીઓએ તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ન્યુ કેસ તરીકે કેસ કાર્ડ કઢાવવાનું રહેશે. તેમજ યાત્રીઓએ પોતાનું ફોર્મ સાથે લાવવાનું રહેશે. આ ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ યાત્રીએ તેમનો પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ અને આધારકાર્ડની ઝેરોક્ઝ નકલ સાથે રાખવાની રહેશે. ફોર્મ ફીલ અપ કર્યા બાદ હોસ્પિટલના રૂમ નંબર 3…

Read More

જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત “રન ફોર વોટ કેમ્પેઇન-૨૦૨૪” નું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ લોકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ભાગ લે તે હેતુથી જામનગર જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે તા.૦૫-૦૫-૨૦૨૪ના રોજ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકોને ભાગ લેવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. ૫ મે ના રોજ સવારે ૭:૦૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલો) થી રેલીનું પ્રસ્થાન થશે. ત્યાર બાદ…

Read More

નોકરી કરતાં દરેક વ્યક્તિની મતદાનના દિવસે સવેતન રજા મંજૂર કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪, તા.૦૭/૦૫/૨૦૨, મંગળવારના રોજ જે-તે મતવિભાગમાં યોજાનાર છે. ત્યારે જે-તે વિસ્તારની દુકાન કે સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ટ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ આપવાની અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા દરેક વ્યક્તિની મતદાનના દિવસે રજા મંજુર કરવાની રહેશે. શ્રમયોગી/કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫-બી ની જોગવાઈ વિરૂદ્ધ…

Read More

મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર નિયંત્રણ રાખવા અંગેનું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ તા.૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તથા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થનાર છે તેના પર નિયંત્રણ મૂકવા માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રવીણ ચૌધરીએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે.         આ જાહેરનામાં જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર…

Read More