હિન્દ ન્યુઝ, આણંદ સોજીત્રા શહેરી વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત ૧૬ જેટલી ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રા શહેર અને આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્વરિત પ્રયાસો હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કુલ ૧૬ ટીમો દ્વારા સોજિત્રામાં થયેલ ઝાડા ઉલ્ટીના સંદર્ભે સર્વેલેન્સ, કલોરીનેશન, લીકેજ શોધવા, આરોગ્ય શિક્ષણ, સારવાર, કલોરીન-ORS વિતરણ જેવી…
Read MoreDay: May 22, 2024
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં જાહેર કરવામાં આવેલા ‘‘ઓરેન્જ એલર્ટ’’ ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું : • નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની, આરામની વ્યવસ્થા, છાશ, ઓ.આર.એસ., બરફ ના પેક તેમજ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. • કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને…
Read More