મહીસાગર જિલ્લા કલેકટરની કેપ્ટનશીપમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર      મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું.    આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ,…

Read More

મતદાન/મતગણતરીના દિવસે દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા,વહેંચવા કે પીરસવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ

હિન્દ ન્યુઝ, મહીસાગર સમગ્ર મહીસાગર જિલ્લા વિસ્તારમાં ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલાનો સમયગાળો એટલે કે, તા.૦૫/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ કલાકે થી તા.૦૭/૦૫/૨૦૨૪ ના સાંજના ૦૬:૦૦ કલાક સુધી અને મતગણતરીનો દિવસ એટલે કે, તા.૦૪/૦૬/૨૦૨૪નો દિવસ(આખો દિવસ) આ દિવસોએ દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા/ વહેંચવા પીરસવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ ઉપરાંત જે હોટલો, રેસ્ટોરન્ટ કે કલ્બો વિગેરે કે જેને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય તો પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા અન્ય નશાકારક પદાર્થોના વેચાણ કરવા / વહેંચવા /…

Read More

જામનગર જિલ્લાના પેન્શનરોએ લગત બેંક ખાતે હયાતીની ખરાઈ કરાવવાની રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર, જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ માહે મે, જૂન તથા જુલાઈ-2024 દરમિયાન જે બેંક બ્રાંચ મારફત પેન્શન મેળવતા હોય, તો તે બ્રાંચમાં જઈને તેમની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેન્શનરોએ અત્રેની કચેરીના પીપીઓમાં કરેલી સહીના નમૂના મુજબની સહી કરવાની રહેશે. તેમજ લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેન્શનરોએ લગ્ન/પુનઃલગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલા હોય…

Read More

લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા

હિન્દ ન્યુઝ, લાલપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે. મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી શ્રી અસવાર સહિત કુલ 128 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ…

Read More

નાગરીકો મતદાન જાગૃતીને લગતા સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી લઈને મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    આગામી લોકસભા સામાન્ય ચૂંટણી તા. ૭ મે ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ટર્નઆઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) હેઠળ જિલ્લામાં વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સોમનાથ મંદિર પટાંગણમાં મતદાન વિશે નાગરિકો જાગૃત થાય તે માટે મતદાન જાગૃતિ સંવાદ અને સેલ્ફી કેમ્પેઇન યોજાયું હતું. આ કેમ્પેઈનમાં આર.જે સંજુ દ્વારા બહોળી સંખ્યામાં નાગરિકો લોકશાહીના મહાપર્વમા સહભાગી થઈને મતદાન કરે તે માટે લોકોને સમજૂતી આપવામાં આવી હતી. તેમજ મંદિરે દર્શને આવતા નાગરિકોએ સેલ્ફી પોઈન્ટ પરથી સેલ્ફી લઈ…

Read More

સામૂહિક મહેંદી દ્વારા મહિલાઓનો મતદાન જાગૃતિનો પ્રેરક પ્રયાસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ‘મતદાન અચૂક કરો’, ‘મતદાન મેરા અધિકાર’, ‘વોટ ફોર નેશન’, ‘ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ’, ‘આઈ એમ રેડી ટૂ વોટ’ જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને મહિલાઓ દ્વારા અનોખી…

Read More

કોડીનાર તાલુકામાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને કોડિનાર તાલુકામાં વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. જેમાં મૂળદ્વારકા(મઠ) સહિતના તમામ બૂથોમાં ‘તમારા મતદાન મથકને જાણો’ અંતર્ગત તમામ બુથોની નાગરિકોએ મુલાકાત લીધી હતી અને ચૂનાવ પાઠશાળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  ઉપરાંત માછીમાર સમાજની મહિલાઓ પણ પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને મતદાન કરે તે માટે સંવાદ સાધીને નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા. મનરેગામાં કામ કરતા મજૂરો, કંપનીઓના કર્મચારીઓ, શ્રમજીવીઓ સહિત વિવિધ જગ્યાઓએ મતદાન જાગૃતિ અંતર્ગત બહોળી…

Read More

જનરલ નિરીક્ષકની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભા સમાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે તા. ૦૭ મે ના રોજ જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં મતદાન થવાનું છે ત્યારે આ ચૂંટણીમાં રોકાયેલા માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમનું આયોજન ૧3- જૂનાગઢ સંસદીય મત વિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. શ્રી રામમંદિર ખાતે આવેલ સભાગૃહમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ માઈક્રો ઓબ્ઝર્વરની તાલીમમાં ઉપસ્થિત માઈક્રો ઓબ્ઝર્વરને સંબોધિત કરતાં જનરલ નિરિક્ષક હાશમીએ જણાવ્યું કે, મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે માઈક્રો ઓબ્ઝર્વરની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂંટણીમાં રોકાયેલા તમામ કર્મચારીઓને…

Read More

૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તાર અંતર્ગતના ગીર સોમનાથ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ આગામી તા. ૭ મેના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે ઇણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે ૧૩-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર મોહંમદ જુબેર અલી હાશમીની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વરનું સેકન્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦- સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર અને ૯૩-ઉના એક કુલ ૪ વિધાનસભા વિસ્તાર માટે સોફ્ટવેર દ્વારા માઈક્રો ઓબ્ઝર્વરની સેકન્ડ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમાઇઝેશનને આધારે કયા માઈક્રો ઓબ્ઝર્વર કયા મતવિભાગમાં…

Read More

વેરાવળમાં ભૂલા પડેલા વિશાખાપટ્ટનમના વ્યક્તિને માદરે વતન પહોંચવા જરૂરી મદદ કરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     લોકસભાની ચૂંટણી કામગીરી વચ્ચે અતિવ્યસ્ત ગીર સોમનાથના જિલ્લા કલેક્ટરની વહીવટી કુનેહ સાથે તેમના માનવતાવાદી અભિગમના દર્શન તાજેતરમાં એક કિસ્સામાં થયાં છે. કિસ્સો એવો છે કે, વિશાખાપટ્ટનમના સુબ્રમણ્યમ નામનો વ્યક્તિ વેરાવળ ખાતે કોઈ કામ અર્થે આવ્યો હતો અને તેની બેગ સાથેની તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. સુબ્રમણ્યમને તેલુગુ ભાષા સિવાય અન્ય કોઈ ભાષા આવડતી નહોતી તેથી તે પોતાની જરૂરિયાત વિશેની માહિતીનું આદાનપ્રદાન પણ કરી શક્યો નહોતો. અજાણ્યો મુલક, અજાણી પરિસ્થિતિ અને અજાણ્યા વાતાવરણમાં ક્યાં જવું તે વિશે તેને કશું સૂઝતું ન હતું. તેવા સમયમાં તેણે…

Read More