જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૩/૦૫/૨૦૨૩ના રોજ તમામ અદાલતોમાં યોજાશે લોકઅદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૫/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણી બીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનુની…

Read More

ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ગીર સોમનાથ       ખરીફ ઋતુની શરૂઆતમાં જિલ્લાના તમામ ખેડુતોએ વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની રહે છે. ગીર સોમનાથ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર નીચે મુજબની કેટલીક બાબતો ખેડૂતોએ ધ્યાનમાં લેવી જોઈએ. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ /પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઈ પણ સંજોગોમાં લાયસન્સ /પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી છેતરપીંડીથી બચી શકાય. બિયારણની ખરીદી…

Read More

ગીર સોમનાથના બાગાયતદારોને આંબા અને ચીકુની કલમો અંગે જાણવા જોગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        બાગાયતખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તમામ ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતાની નર્સરી ફળ રોપા ઉછેર કેન્દ્ર ઉના ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ માટે સારી ગુણવત્તાવાળી અને તદ્દન વ્યાજબી ભાવે આંબા અને ચીકુની કલમો ઉપલબ્ધ હોવાથી તા. ૧૫/૦૫/૨૦૨૩ના રોજ એક જ દિવસ રૂબરૂ અરજી કરવાની રહેશે અને સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, આધારકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે સાથે બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર ઉના (મહોબતબાગ), દેલવાડા રોડ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.

Read More

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનમાં કાર્યરત સ્ટાફ માટે “ફ્રીડમ ટુ વોક”, “સાઈકલીંગ” અને “રન”ની સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ         કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનમાં કાર્યરત સ્ટાફ માટે આ વર્ષના પહેલા ક્વાર્ટરની તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૧૭/૦૩/૨૦૨૩ સુધીની ૪૫ દિવસની ફ્રીડમ ટુ વોક, સાઈકલીંગ અને રનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૩૦ સ્માર્ટ સિટીના ૧૫૦ સ્પર્ધકોએ ૭૧૦૦ એક્ટીવીટી દ્વારા કુલ ૬૮,૦૦૦ કી.મી. એટલે કે પૃથ્વીના એક ચક્કરથી વધુનું અંતર વોક, સાઇકલિંગ, અને રનીંગ દ્વારા કાપેલ. જેમાં રનીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી તથા કર્મચારી પી. બી. ગજેરાએ તેમજ સાઈકલીંગમાં ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, અધિકારી સિદ્ધાર્થ પંડ્યા, નીલેશ કામાણી, કે. એસ.…

Read More

ઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૪ મે નાં રોજ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૪ મે ૨૦૨૩ નાં રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે.…

Read More