મહીસાગર જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર             મહીસાગર જિલ્લા સેવા સદન લુણાવાડા ખાતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતા અને ,શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની સહઅધ્યક્ષતામાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ જસવંતસિંહ ભાભોરે જિલ્લામાં ચાલી રહેલી યોજનાઓની કામગીરી ઝડપભેર થવી જોઇએ અને સમયમર્યાદામાં યોજનાઓના લક્ષ્યાંક પૂરા થવા જોઇએ. તેમ જણાવી તેમણે આવાસ, સિંચાઇ, કૃષિ, અંતર્ગત થઇ રહેલી કામગીરી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યાંક સિદ્ધિ બાબત ચર્ચા-સમીક્ષા કરી હતી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી…

Read More

જસદણ ખાતેથી વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ ચિતલીયા કુવા રોડ પર સરદાર ચોક પાસે આવેલ ઓપેરા કોમ્પલેક્ષમાં “વિજય સેલ્સ એજન્સી” ચલાવતા વિજય માલવિયા પોતાની દુકાને વિદેશી સિગારેટ રાખી કે વેચાણ કરે છે જે હકિકત આધારે એસ. ઓ.જી એ દુકાને રેઇડ કરતા આરોપીની કબ્જાભોગવટા વાળી એજન્સી કે દુકાનેથી વિદેશી સીગારેટ DJARUM BLACK બોકસ નંગ-૧૧૦ ની કિ.રૂ. ૧૧,૦૦૦/- સાથે ઝડપી પાડી જસદણ પો.સ્ટે ખાતે સીગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધીનીયમ ૨૦૦૩ એકટ મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર…

Read More

પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તાજેતરમાં વન્ય પ્રાણી વિનીમય હેઠળ મેળવેલ પ્રાણીઓને પ્રદર્શ‍િત કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ       સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના તથા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજુરી આપવામાં આવેલ હતી.   જે અંતર્ગત પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર તથા રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના ખાતેથી મેળવવામાં આવેલ ભારતીય ઢોલ (જંગલી કૂતરા), દિપડા, ઝરખ, પામ સીવેટ કેટ, રેટીક્યુલેટેડ પાયથન (સાપ), રસલ્સ વાઇપર (સાપ), મોન્ટેન ટ્રીન્કેટ (સાપ), ગ્રીન વાઇન સ્નેક (સાપ), રેટ સ્નેક (સાપ), વ્હિટેકરસ બોઆ (સાપ) વગેરે પ્રાણીઓનો કવોરેન્‍ટાઇન સમય પુર્ણ થતા મુલાકાતી માટે પ્રદર્શ‍િત કરવાનું શરૂ…

Read More

જસદણ ના ઘેલા સોમનાથ નજીક રિવરફ્રન્ટ બનાવાશે: કલેકટર તંત્રનો નિર્ણય

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ ઘેલા સોમનાથ નજીક રિવરફ્રન્ટ બનાવા માટે કલેકટર તંત્રનો નિર્ણય ઐતિહાસિક રીતે ભારે મહત્વ ધરાવતા જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી ત્યારે અહીં વિકાસ કામો માટે રૂપિયા 10 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવેલી આ રકમમાંથી મંદિર નજીક રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરવાનો નિર્ણય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે તેમજ મંદિરમાં યાંત્રિક પદ્ધતિથી ધ્વજારોહણ થઇ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત રહેવા માટેની અલગથી વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના પરિસરના…

Read More

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

 હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું…

Read More

ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ત્રીદિવસીય ‘DIY કિટ’ ટ્રેઇનિંગ પ્રોગ્રામ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ ત્રીદિવસીય ઇનોવેશન ક્લબ અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાના કુલ આઠ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ જેમાં ભાવનગર, બોટાદ, વડોદરા, અમરેલી, નવસારી, ડાંગ, તાપી, ભરુચ જિલ્લાના કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ (CSCs) ને ટેક્નોલોજીકલ સાધનો સાથે સશક્તિકરણ કરવા માટે તથા કૌશલ્યો વિકસાવવા માટે ‘DIY’-ડુ ઇટ યોરસેલ્ફ કિટ ટ્રેઇનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.   કાર્યક્રમનો મુખ્ય ઉદેશ પુસ્તકોથી આગળ વિચારવા માંગતા તમામ જિજ્ઞાસુ દિમાગને જ્ઞાન…

Read More

ભાવનગર જિલ્લાનાં તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારીશ્રી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પના સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. આ નામ નોંધણી કેમ્પ સિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૮ તારીખે, ગારિયાધાર તાલુકામાં સરકારી આરામ ગૃહ ખાતે ૧૦ તારીખે, મહુવા તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે ૧૩ તારીખે, જેસર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ૧૬ તારીખે, ઉમરાળા તાલુકાનાં…

Read More