કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તારીખ ૧.૦૫.૨૦૨૩ થી તા.૫.૦૫.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તારીખ ૧.૦૫.૨૦૨૩ થી તા.૫.૦૫.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે.        જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું…

Read More

મહીસાગર જિલ્લાના જાહેર સ્થળો અને જિલ્‍લા/તાલુકા સેવા સદન કે કોઇપણ સરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, મહીસાગર             મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ સી વી લટાએ જિલ્‍લા સેવા સદન, મહીસાગર તથા જિલ્‍લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી…

Read More

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 મે ના રોજ “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેસન ભાવનગર ના સયુંક્ત ઉપક્રમે ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ’ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવશે. સાયબર સુરક્ષા જાગરૂકતા એ કર્મચારીઓને સાયબર સ્પેસમાં છુપાયેલા જોખમો વિશે શિક્ષિત અને પ્રશિક્ષિત કરવાની એક પ્રક્રિયા છે, આવી ધમકીઓને કેવી રીતે અટકાવવી અને સુરક્ષા ઘટનાના કિસ્સામાં તેઓએ શું કરવું જોઈએ તે તેમનામાં કંપની અને તેની સંપત્તિઓને સુરક્ષિત અને સુરક્ષિત રાખવા માટે સક્રિય જવાબદારીની ભાવના કેળવવામાં પણ મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો,…

Read More

તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકા કક્ષાનો મે-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર વલ્લભીપુર ખાતે, જિલ્લા વિકાસ અધિકારી તળાજા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ભાવનગર ગ્રામ્ય તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ…

Read More

ભાવનગરમાં દિવ્યાંગ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે કે.કે.અંધજન શાળા, વિદ્યાનગર, ભાવનગર ખાતે ખાસ દિવ્યાંગ જોબફેર યોજાઈ ગયો. કુલ-૧૬૪ દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોને ભરતીમેળામાં ભાગ લેવા પત્ર તેમજ ટેલિફોનિક જાણ કરવામાં આવેલ હતી. જેમાંથી નોકરીદાતાની કુલ-૫૧ જગ્યા સામે કુલ-૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની નામાંકિત કંપનીઓ-૦૯ તેમજ જિલ્લા બહારની કંપનીઓ-૦૧ મળી કુલ-૧૦ કંપનીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, એસેમ્બલી ઓપરેટર, ટેક્નીશીયન, કેમિસ્ટ, ટ્રેઈની, ક્લાર્ક/સુપરવાઈઝર, વેલ્ડર, ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશીયન વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે પસંદગી આપવામાં આવી હતી.…

Read More

ભાવનગર જીલ્લાના ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ભાવો મંગાવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર વે-બ્રીજના કેલીબ્રેશન માટેની જાહેર નિવિદા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ભાવનગર જીલ્લાના તમામ ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ૧૨.૫૦ મે.ટન ન્યુનતમ વજનની કેપેસીટીથી કરવાનુ હોય જેથી ફકત તોલમાપ વિભાગ દ્રારા રીપેરીંગનુ લાયસન્સ / સર્ટીફીકેટ ધરાવતી ઇચ્છુક પાર્ટીઓએ બંધ કવરમાં ભાવો તેમજ લાયસન્સની નકલ તા.૧૦/૦૫/૨૩ સુધીમા સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉન્ડ, મસ્તરામ મંદીર પાસે, ચિત્રા, ભાવનગરના સરનામે મળી રહે તે રીતે રૂબરૂ / પોસ્ટ / કુરિયરથી મોકલાવવાના રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે. ભાવનગર બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી

Read More

વેરાવળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સને  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી દ્વારા એક્રેડીટેશન મળ્યું

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ           ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે ચાલતા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈ.સી.એ.આર.), નવી દિલ્હીના તેમજ યુનિવર્સિટીના નિયમો મુજબ ચલાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા તથા મહાવિદ્યાલયની અભ્યાસની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરવા માટેભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR, નવી દિલ્હીનીટીમ તારીખ ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન એક્રેડીટેશન માટે કોલેજ ની મુલાકાતે આવેલ હતી. જે અંતર્ગત ફિશરીઝ કોલેજ, વેરાવળને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીનું આગામી પાંચ વર્ષો માટે  એક્રેડીટેશન મળ્યું છે.      …

Read More

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી, દિલ્હીવાસીઓને મળશે વાસ્તવિક અનુભવ

 હિન્દ ન્યુઝ, ભાવનગર દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે વડાપ્રધાનના અગ્ર સચિવ ડો. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશઓ ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાયમૂર્તિ બેલાબેન ત્રિવેદીએ સંયુક્ત રીતે કર્યું હતું. રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલ આ એક અનોખો અનુભવ છે. ગરવી ગુજરાત ખાતે આયોજિત ગુજરાત સ્થાપના દિવસ સમારંભમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરવિંદ…

Read More

“દેશની સરકાર કલારત્નોને ખૂણે-ખૂણેથી શોધીને પોંખે છે, તેવી સરકારનો ભાગ હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે” – કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા

હિન્દ ન્યુઝ, રાજકોટ               ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ ગાયકશ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કારથી બહુમાનિત કરાયા છે. ત્યારે રાજકોટમાં વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતે “પદ્મશ્રી હેમંત ચૌહાણ સન્માન સમિતિ” દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંકના સહયોગથી પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને સન્માનિત કરવા ‘હેતે વધાવીએ હેમંતને’ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાના હસ્તે શ્રી હેમંતભાઈ ચૌહાણનું શાલ ઓઢાડીને તથા સ્મૃતિચિન્હ, સન્માનપત્ર અને રૂ. ૧ લાખ ૫૧ હજારનો ચેક અર્પણ કરી અભિવાદન કરાયું હતું તેમજ સંતશ્રી મોરારી બાપુના…

Read More

જસદણ એએસાઈ નટવરગીરી ગોસાઈનો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ પોલિશ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસાઇ નટવરગીરી ગોસાઈ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા જસદણ પી.આઈ. જાનીની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ તકે અએસાઈ નટવરગીરી ગોસાઈ દ્વારા જણાવેલ કે મારી ચાલીશ વર્ષની સર્વિસમા છત્રીસ વષૅ જસદણ, વિછિયા અને ભડલા મા સર્વિસ કરેલ છે જેનો મને ખૂબ આનંદ છે તેમ જણાવેલ આ કાર્યક્રમમાં રાજકીય આગેવાન અશોકભાઈ મહેતા, જીલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાંવ, પુર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા, શહેર પ્રમુખ અનિલભાઈ મકાણી, અમર્શિભાઈ રાઠોડ, ચંદુભાઈ કચ્છી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગીરિબાપુને મોમેન્ટ આપી સન્માનિત કરેલ. તાલુકા બ્યુરો ચીફ…

Read More