કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે આર્ટ પોસ્ટર મેકિંગ તાલીમ પ્રમાણપત્ર વિતરણ કરાયા

 ગીર સોમનાથ        નાબાર્ડ અને શ્રી ઉદય એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામે આર્ટ પોસ્ટર મેકિંગ તાલીમના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતાં. જેમાં ડીડીએમ નાબાર્ડ શ્રી કિરણ રાઉત, કેટીસી બેંક કોડીનારના મેનેજર વાળા તેમજ NRLMના ટીએલએમ મુકેશ વાણવી તેમજ બારડ રોહિતભાઈ તેમજ શ્રી ઉદય. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ લલીતાબહેન પાનસુરિયાની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યુ અને બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Read More

ગીર સોમનાથ કલેકટર એચ .કે વઢવાણિયાએ ડારી ટોલનાકા પાસે આવેલ નિરાધારનો આધાર આશ્રમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ડારી ડોલ નાકા. પાસે નિરાધારનો આધાર કે જે છેલ્લા ઘણા વર્ષોથી ૭૦ આસપાસ પ્રભુજીને સવારે નાસ્તા, બે ટાઈમ જમવા રહેવાની વ્યવસ્થા કરતી સંસ્થા છે. જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણીયા નિરાધારનો આધાર આશ્રમની મુલાકાત લીધી હતી. જેમા કલેક્ટર દ્વારા નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમની મુલાકાત લેવામા આવી તેમજ અન્નબ્રહ્મ યોજના અંતર્ગત સંસ્થાને ઘઉં અને ચોખાની કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રભુજી સાથે વાર્તાલાપ કર્યો હતો અને કલેકટરએ આશ્રમના સેવાકાર્યની પ્રસંશા કરી હતી આ તકે પ્રાંત અધિકારી વેરાવળ કે.વી. બાટી, જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, નાયબ…

Read More

એપ્રિલ-૨૦૨૩ના માસમાં વિવિધ દેશના કુલ ૧૬ સહીત ૩૫૬૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ        એપ્રિલ ૨૦૨૩ના માસમાં વિવિધ દેશનાનાં કુલ ૧૬ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. એપ્રિલ ૨૦૨૩માં ૩૫૬૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૦૭ સ્કુલના ૮૩૫ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૫૬,૪૨૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

Read More

ઉના તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના ખાલી કેન્દ્રો ઉપરની ભરતી માટે મંગાવાઈ અરજીઓ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૨૩–૨૪ માટે ઉના તાલુકામાં સામતેર પ્રા.શાળા, સનખડા કુમાર પે–સેન્ટર, સેંજલીયા પ્રા.શાળા અને યાજપુર પ્રાથમીક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે અને ગમે ત્યારે વગર નોટીસે છૂટા કરવાની શરતે વ્યવસ્થાપક(સંચાલક)ની જગ્યા માટે અરજીઓ મંગાવાઇ છે. અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૫/૦૫/૨૦૨૩ના રોજ ૧૬:૦૦ કલાક સુધીમાં નિયત નમુનામાં મામલતદાર કચેરી–ઉના ખાતે અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી રજાના દિવસો સિવાયના દિવસોમાં મળી રહેશે. અરજીમાં તમામ વિગતો લખવાની રહેશે જે શાળા/કેન્દ્ર માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ…

Read More

ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ CISS બાળકોને CSR (કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબિલીટી) ફંડમાંથી જીએચસીએલ કંપની ફાઉન્ડેશન સાથે સંકલન કરી જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ બેગ, પાણીની બોટલ, સાધનો સહિત કંપાસબોક્સ, નોટબૂક, ફુલ સ્કેપ ચોપડા, સ્કેચબુક, સ્કેચપેન, રાઈટિંગ પેડ સહિત સમગ્ર એજ્યુકેશન કીટનું અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા, નાયબ કલેક્ટર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા સ્ટાફના હસ્તે વિતરણ કરાયુ હતું. ઉપરાંત તમામ બાળકો અભ્યાસ કરી સતત પ્રગતીના પંથે ચાલે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ…

Read More

વેરાવળ-પાટણ નગરપાલિકા દ્વારા ‘મોક્ષરથ’ તેમજ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું કરાયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે છેલ્લા અઢી વર્ષ દરમિયાન વિવિધ પ્રોજેક્ટ પર કામગીરી કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે વેરાવળ શહેરને નગરપાલિકા સંચાલિત સીટીબસમાં ફેરફાર કરી ૫.૦૦.૦૦૦ રૂપિયાના ખર્ચે ‘મોક્ષરથ’ તરીકે ઉપયોગમાં મૂકવામાં આવેલ છે. ઉપરાંત GUDM દ્વારા નગરપાલિકાઓમાં આવેલ ‘નાગરિક સુવિધા કેન્દ્ર’નું આધુનિકીકરણ કરી નવનિયુક્ત ચીફ ઓફિસરશ્રી દેવેન્દ્ર પ્રકાશ મીણા (IAS) તેમજ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. આ નાગરિક સુવિધા કેન્દ્રમાં લગ્ન નોંધ, મિલકતવેરા, વ્યવસાય વેરા, ગુમાસ્તાધારા, સેવાકિય ફરિયાદો જેવી વિવિધ કામગીરી કરવામાં…

Read More

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર ના સયુંક્ત ઉપક્રમે ‘સાયબર સિક્યોરિટી અવેરનેસ’ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે આપણા બધાનાં હાથમાં સ્માર્ટ ફોન છે, તમારે કોઇ પણ અજાણ્યા નંબર પરથી ઓટીપી આવે તો તે ઓટીપી આગળ ન વધારવો જોઇએ. પુરતી માહિતીના અભાવે, જાણકારી ના અભાવે થતાં છેતરપિંડીથી થતાં નુકસાનને અટકાવવા સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃકતા લાવવા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ભાવનગર…

Read More

જળાશય યોજના વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવા બાબતે અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કાર્યપાલક ઈજનેર ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ-૨૦૨3 નાં ચોમાસા ઋતુ દરમ્યાન તળાજા વિસ્તારનાં ખંઢેરા ગામ પાસે નાવલી નદી પર પ્રગતિ હેઠળની ખંઢેરા બંધારા યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૪.૨૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), મણાર ગામ પાસે મણારી નદી પર મણાર આર.ટી. યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૬.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), ભેસવડી ગામ પાસે લોકલ વોકળા પર ભવાનીપુરા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૨૮.૦૦ મીટરના લેવલ (એફ.એસ.એલ.), નેશીયા ગામ પાસે ઉતાવળી નદી પર સમઢીયાળા પુન:પ્રભારણ યોજનામાં ભરપુર સપાટી એટલે કે ૧૦૦.૦૦…

Read More