ઉના તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના ખાલી કેન્દ્રો ઉપરની ભરતી માટે મંગાવાઈ અરજીઓ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૨૩૨૪ માટે ઉના તાલુકામાં સામતેર પ્રા.શાળાસનખડા કુમાર પેસેન્ટરસેંજલીયા પ્રા.શાળા અને યાજપુર પ્રાથમીક શાળામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે અને ગમે ત્યારે વગર નોટીસે છૂટા કરવાની શરતે વ્યવસ્થાપક(સંચાલક)ની જગ્યા માટે અરજીઓ મંગાવાઇ છે. અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૫/૦૫/૨૦૨૩ના રોજ ૧૬:૦૦ કલાક સુધીમાં નિયત નમુનામાં મામલતદાર કચેરીઉના ખાતે અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી રજાના દિવસો સિવાયના દિવસોમાં મળી રહેશે.

અરજીમાં તમામ વિગતો લખવાની રહેશે જે શાળા/કેન્દ્ર માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનુ રહેશે. તેમજ અરજી સાથે જોડવાના થતા તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે. અને અધુરી વિગતોવાળી તેમજ નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.

તદુપરાંત  શિક્ષણ વિભાગ,ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાક :મભય/ ૧૦૨૦૧૬ ૪૧૫૧૪૧ આર, તા.૦૩/૧૦/૨૦૧૬ માં જણાવેલ વિગતે સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સ્થાનિક યોગ્ય વ્યકિત ન મળે તો નજીકના ગામની વ્યકિત તથા વિધવા અને ત્યકતા મહિલાને અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણીક લાયકાતના આધારે તા.૦૩/૧૦/૨૦૧૬ના ઠરાવમાં જણાવેલ જોગવાઈઓ આધીન કરવામાં આવશે. પત્ર વ્યવહારને અવકાશ નથી. પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે.અને વ્યવસ્થાપક ભરતી કરવાના થતા કેન્દ્રોની વિગત મામલતદાર કચેરી નોટીસ બોર્ડ તથા તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારીની કચેરીમાં ઉપલબ્ધ રહેશે

Related posts

Leave a Comment