ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત છે

હિન્દ ન્યુઝ, મહીસાગર    મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા સદન ખાતે તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત છે. તા.01-06-2024 થી જિલ્લા પંચાયત કચેરી મહીસાગર ખાતે પણ અલાયદો કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલ છે. જેનો હેલ્પલાઈન નંબર 02674-252146 છે. રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર Advt.    

Read More