હિન્દ ન્યુઝ, દીવ 25 જૂન, 1975 ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલ કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસને દર વર્ષે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિરોધ માર્ચ કાઢવામાં આવે છે. આજે દીવ માં પણ ભારતીય જનતા પાર્ટી દમણ દિવ પ્રદેશના ઉપપ્રમુખ કિટીઝ વાઝાની આગેવાની હેઠળ દીવ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી કાઢવામાં આવી હતી અને ઇમરજન્સી અને કોંગ્રેસનો વિરોધ કરી કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ જિલ્લા ભાજપ મહામંત્રી…
Read MoreDay: June 25, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે માર્ગદર્શન આપ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી બ્રિફીગ મીટીંગ યોજીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ને ખરા અર્થમાં સાર્થક કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અવસરે શિક્ષણ ક્ષેત્રે થયેલી સિધ્ધિઓની શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી. તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણક્ષેત્રની પરિવર્તન યાત્રા અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. ગાંધીનગર ખાતેની વર્ચ્યુઅલ બ્રિફીંગ મીટીંગ પૂર્ણ થયા બાદ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અંગે સમીક્ષા બેઠક…
Read Moreગીર સોમનાથ જિલ્લા નેશનલ લોકઅદાલતમાં કુલ રૂ. ૮,૪૯,૪૯,૮૯૪.૭૮/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકઅદાલતમાં કુલ ૮૮૧ પેન્ડીંગ કેસોનો સમાધાનથી તેમજ મેજિસ્ટ્રેટના સ્પેશ્યલ સીટીંગમાં કુલ ૧૮૭૦, પ્રિ-લીટીગેશનના કુલ ૧૫૭૬ મળીને કુલ ૪૯૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮, ભરણપોષણના કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતના વળતરને લગતા કેસો, સ્પેશ્યલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના…
Read Moreકિચન ગાર્ડનીંગ માટે શાકભાજી બિયારણ યોજનાનો લાભ લેવા બાગાયત વિભાગનો અનુરોધ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગરની ગીર સોમનાથ જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા ઘરની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરવા માટે રૂપિયા પાંચના ટોકન ભાવે વિવિધ શાકભાજીના બિયારણોના પેકેટ તથા ખાતરના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય તેમજ શહેરીજનોના કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉંગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કિચન ગાર્ડન)નું આયોજન કરવું એ આજના સમયની માંગ છે. જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની…
Read Moreપોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના 534 પોલિયો બૂથ પર 1,16,168 બાળકોને રસી અપાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.23 જૂન, પોલિયો રવિવાર થી તા.25 જૂન એમ ત્રણ દિવસો દરમિયાન 0 થી 5 સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના 534 પોલિયો બૂથ પર 1,16,168 બાળકોને પોલિયોની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડિનાર, ઉના અને ગીરગઢડાના વિવિધ સ્થળો સહિત જંગલના છેવાડાના નેસ અતિ દુર્ગમ વિસ્તાર જેવા કે કોઠારીયા, આસુન્દ્રી, ઘુડજીંજવા, લોઢી, લેરિયા, ટિંબરવા, સાજિયા અને આબુડી નેસમાં…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શાળામાં 100% બાળકોનું નામાંકન, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા હેતુસર સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાબરમતી ઓડિટોરિયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ખાતેથી શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના…
Read Moreગામતળ સહિત વિવિધ સમસ્યાઓનો ઉકેલ અને જિલ્લામાં વિવિધ કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરએ ગામતળના પ્રશ્નો, પ્રિ-મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં વનવિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી ધાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી…
Read More