દીવ ખાતે ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ       દીવ જીલ્લાના કલેકટર ભાનું પ્રભા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા, દીવ ખાતે તા. ૨૧ જુન ૨૦૨૪, સવારે ૦૭:૦૦ કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.       વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્દશ્ય લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા લાવવાનો અને યોગાથી થતા ફાયદાઓ સમજી જીવનમાં અપનાવવાનો છે. ૧૦ માં વિશ્વ યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ શરીર, મન, અને આત્મા ને આરોગ્ય અને સુખાકારી બનાવવા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક…

Read More

સંરક્ષણ ભરતી પૂર્વ ઉમેદવારો માટે જિલ્લામાં નિવાસી તાલિમ વર્ગ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લાના યુવાનો આર્મીમાં ભરતી થાય તે માટે આર્મી રિક્રૂટિંગ ઓફિસ-જામનગર દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન થશે. જેમાં જિલ્લાના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉત્તીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાનારા યુવાનોને અસરકારક શારીરિક અને માનસિક કસોટીની તૈયારી સાથે રહેવા અને જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને નિયત સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. આ તાલીમવર્ગમાં ધોરણ ૧૦ પાસ કે તેથી વધુનું…

Read More

ટોપી અને ટી-શર્ટ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો સંદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન સોમનાથ મંદિર પાસે, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોગ સાથે બેટી બચાવો, બેટી પઢાઓની યોજનાના જાગૃતિ સંદેશ માટે ઉપસ્થિત દીકરીઓને ટી-શર્ટ અને ટોપી વિતરણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસ્થ રહેવા માટે જેમ યોગને મહત્વ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે સમાજમાં દીકરીઓને સમાનતા મળે અને દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી સુનશ્ચિત થાય તે માટે સમગ્ર દેશમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના’ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. …

Read More

ગીર સોમનાથ જિલ્લાની વિવિધ જગ્યાઓએ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

૧૦ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ૧૦ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તેની ઉજવણી યોગની વિવિધ મુદ્રાઓ, આસનોના અભ્યાસ દ્વારા કરવામાં આવી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક અને પ્રથમ એવાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિરની પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે અરબી સમુદ્રની લહેરો વચ્ચે ખુશનૂમા વાતાવરણ વચ્ચે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછારની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં યોગાભ્યાસનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર રાજેશ…

Read More

પ્રાકૃતિક ખેતી આપણી અને આપણાં પરિવાર માટે ફાયદાકારક ખેતી છે- પરમાભાઈ

પ્રાકૃતિક ગુજરાત, પ્રાકૃતિક મહીસાગર હિન્દ ન્યુઝ, મહીસાગર સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાના ઘણા બધા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા લાગ્યા છે. જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલિયા ગામના ખેડૂત પરમાભાઇ વણકર પણ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી દર વર્ષે ઉત્પાદન અને આવક બમણું મેળવતા થયા છે.   દિન-પ્રતિદિન વધી રહેલી આરોગ્યની સમસ્યાઓ અને રસાયણયુકત ખેતીથી થતાં નુકસાન અંગેનો ખ્યાલ આવતા ખેડૂત પરમાભાઈએ છેલ્લા ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. ગયા વર્ષે તેમણે પોતાના ખેતરમાં મકાઇ,તુવેર,મરચી અને રીંગણ નું વાવેતર કર્યું હતું…

Read More

યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ : મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

બોટાદ જિલ્લો થયો યોગમય હિન્દ ન્યુઝ, બોટાદ      ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લામાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીની ઉપસ્થિતિમાં મહેમાનો અને બોટાદવાસીઓએ યોગાસનો કરી તાજગી મેળવી હતી.   આ અવસરે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના જુસ્સાદાર પ્રવચનમાં જણાવ્યું હતું કે, “યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની સમસ્ત માનવજાતને તેનો લાભ મળે…

Read More