ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઇ પોપટ ની ઉપસ્થિતિ માં “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો હિન્દ ન્યુઝ, રાજકોટ સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ભારત નું એક માત્ર આંતરાષ્ટ્રીય પત્રકાર સંગઠન ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા ગત તા. ૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાજકોટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા…
Read MoreMonth: July 2024
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર ગ્રામ્ય જિલ્લાની વ્યાપક બેઠક જામનગર ખાતે યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર તા. ૨૮ મી જુલાઈ નાં રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર ગ્રામ્ય જિલ્લાની વ્યાપક બેઠક જોગી બાબા આશ્રમ (ઠેબા) જામનગર ખાતે રાખવામાં આવી હતી. બેઠકની શરૂઆત પ્રણાલિકા થી કરવામાં આવી. બેઠકમાં જિલ્લાના આઠે આઠ પ્રખંડ માંથી ઉપસ્થિત જવાબદાર કાર્યકર્તા હાજર રહ્યા હતા. ઉપસ્થિત અધિકારી સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જામનગર ગ્રામ્ય જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા ઉપાધ્યક્ષ કિશોરસિંહ જાડેજા, જિલ્લા મંત્રી પ્રીતમસિંહ વાળા અને જિલ્લા બજરંગદળ સંયોજક હેમતસિંહ ચૌહાણ હાજર રહ્યા…
Read Moreજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બીનવિવરિત સાયકલો ની હરરાજી કરવાની અખબારી યાદી
હિન્દ ન્યુઝ, ભાવનગર આથી જણાવવામાં આવે છે કે શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે સરકારના શિક્ષણ વિભાગમાંથી ઈડીએન-૯ હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫માં ફાળવવામાં આવેલ સાયકલ પૈકીની બિન વિતરિત રહેલ સાયકલો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાહેર હરાજીથી નિકાલ કરવાનો હોય રસ ધરાવતા ઇસમોએ હરાજીમાં ભાગ લેવા હરાજીના સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે. હરાજીમાં ભાગ લેવા માટે હરાજી શરૂ કરતા પહેલા રૂ.૫૦૦૦/-ડિપોઝિટ (રિફંડેબલ) સરકારશ્રીમાં ચેકથી જમા કરાવવાની રહેશે. ચેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ રજૂ કરવાનો રહેશે. તે સિવાય હરાજીમાં ભાગ લઈ શકાશે નહિ. હરાજીની તમામ શરતો હરાજી પહેલા વાચી…
Read Moreજિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત…
Read Moreભાવનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું સફળ આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ભાવનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૧૯/૦૭/૨૦૨૪ દરમિયાન થયેલ હતું. જેમાં સૌરાષ્ટ્ર, પાટણ અને કચ્છ જિલ્લાનાં આશરે ૫,૦૦૦ જેટલા ઉમેદવારોએ અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડમેન, અગ્નિવીર ટેકનિકલ અને અગ્નિવીર ઓફીસ આસિસ્ટંટ/સ્ટોર કિપર જેવા વિવિધ ટ્રેડ અન્વયે ભાગ લીધેલ હતો. લશ્કરી ભરતીમેળા દરમિયાન દોડ, પુલઅપ્સ, કૂદ, બેલન્સીંગ જેવી કસોટી લેવાયેલ તેમજ તેમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની ફીઝીકલ મેજરમેન્ટ ટેસ્ટ, એડેપ્ટેબીલીટી ટેસ્ટ અને મેડીકલ ટેસ્ટ લેવાયેલ. ઉપરોક્ત આયોજન દરમિયાન લશ્કરી ભરતીમેળાનાં સ્થળ પર આર્મી ભરતી કાર્યાલયની જરૂરીયાત મુજબ ઈન્ફાસ્ટ્રક્ચર, સાફ-સફાઈ, મેડીકલ ટીમ,…
Read Moreભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪થી તેમને મળેલ અધિકારની રૂએ આ હુકમ કર્યો છે. લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ કમિશનર, મહાનગરપાલિકા, ભાવનગર, મુખ્ય…
Read Moreદીવ જિલ્લાના ભોલા અને ગરીબ માછીમારોને છેતરીને સાંસદ ઉમેશભાઈ પટેલે ચૂંટણીમાં મેળવેલા મત – દીવ ભાજપ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લખમણે સાંસદ ઉમેશ પટેલ પર લગાવ્યો આરોપ
હિન્દ ન્યુઝ, દીવ ભાજપ દ્વારા આજરોજ નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ ચૂંટણી દરમિયાન લોકોને ગુમરાહ કરવાની નીતિનો પરદા ફાસ્ટ કર્યો હતો અને જિલ્લા ના ભોળા અને ગરીબ માછીમારો અને છેતરીને મત મેળવ્યા હોવાનો આરોપ લગાવ્યો. આજે પત્રકાર પરિષદમાં ભાજપ જિલ્લા ભાજપ મોહનભાઈ લક્ષ્મણ જણાવ્યું કે, દીવ જિલ્લા પ્રશાસન દ્વારા 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાળાની દીવ ખાતે યોજાયેલી સભામાં આયોજન માટે 80 લાખની રકમ ફિશરમેન મંડળીમાંથી વાપરવામાં આવી હોવાનો આરોપ ઉમેશભાઈ પટેલે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન લગાવ્યો હતો. જ્યારે હાલમાં સાંસદ તરફથી ખુદ…
Read Moreહાથ વડે કામગીરી કરતાં કારીગરોને પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત વિનામૂલ્યે ટુલકિટ મળશે
હિન્દ ન્યુઝ, ગુજરાત પરંપરાગત રીતે કામ કરતાં કારીગરો જેવા કે કડિયા, સુથાર, લુહાર, સોની, વાળંદ, કુંભાર વગેરે કારીગરો માટે મહત્વપૂર્ણ યોજના એટલે પી.એમ. વિશ્વકર્મા યોજના. આ યોજનાનો લાભ હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો મેળવી શકે છે. આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક સભ્યને જ મળે છે. આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ, તેમજ છેલ્લા ૫ વર્ષમાં સ્વરોજગાર/વ્યાવસાયિક વિકાસ માટે પીએમઈજીપી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેવી ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ. મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિનાં લાભાર્થીઓ કે…
Read Moreમિશન શક્તિ દીવ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘોઘલા ના સંયુક્ત ઉપક્રમે જેંડર સેંસીટાઈઝેશન અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દીવ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે. સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ કરવા અંગેનું માર્ગદર્શન મળેલ. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ જીલ્લા ન્યાયાલય દિવ તરફથી પધારેલ શ્રીમતી અર્ચનાબેન ગાંધી(આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટર, દીવ) જે કે પટેલ (પ્રિન્સિપાલ, ગર્લ્સ સ્કૂલ ઘોઘલા) તથા રામજીભાઈ નારણભાઈ (પ્રિન્સિપાલ, જેઠી બાઈ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ) ઉપસ્થિત રહેલ. શ્રીમતી અર્ચનાબેન ગાંધી…
Read Moreસંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશની સરકારી હોસ્પિટલો અને શાળા ઓની સરપ્રાઈજ મુલાકાત લેતા અફરા તફરી મચી ગઈ
હિન્દ ન્યુઝ, દીવ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો. સાંસદ ઉમેશ પટેલે ઉબર ખાબડ રસ્તાઓ વિશે પ્રદેશ ના લોકો ને બહેતર સુખ સુવિધા મળી…
Read More