જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બીનવિવરિત સાયકલો ની હરરાજી કરવાની અખબારી યાદી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     આથી જણાવવામાં આવે છે કે શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે સરકારના શિક્ષણ વિભાગમાંથી ઈડીએન-૯ હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫માં ફાળવવામાં આવેલ સાયકલ પૈકીની બિન વિતરિત રહેલ સાયકલો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાહેર હરાજીથી નિકાલ કરવાનો હોય રસ ધરાવતા ઇસમોએ હરાજીમાં ભાગ લેવા હરાજીના સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે.

હરાજીમાં ભાગ લેવા માટે હરાજી શરૂ કરતા પહેલા રૂ.૫૦૦૦/-ડિપોઝિટ (રિફંડેબલ) સરકારશ્રીમાં ચેકથી જમા કરાવવાની રહેશે. ચેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ રજૂ કરવાનો રહેશે. તે સિવાય હરાજીમાં ભાગ લઈ શકાશે નહિ. હરાજીની તમામ શરતો હરાજી પહેલા વાચી સભળાવવામાં આવશે અને તમામ શરતો બંધનકર્તા રહેશે.

હરાજીમાં કમિટિએ નક્કી કરેલ અપસેટ પ્રાઈઝ (પ્રતિ સાયકલ) રૂ.૪૫૦૦/- થી શરૂ કરી મહત્તમ બોલી બોલનાર સાયકલ ખરીદવા હકદાર ગણાશે તથા તમોએ કરેલ બોલીના ૨૫% રકમ તાત્કાલિક ભરવાની રહેશે તથા બાકીની રકમ દિન-૭માં ચુકવવાની રહેશે. અન્યથા ડિપોઝિટની રકમ જપ્ત કરવા પાત્ર થશે.

હરાજીનું સ્થળ:- સીદસર કે.વ શાળા, તા.જિ.ભાવનગર

હરાજીની તારીખ:- ૨૯/૦૭/૨૦૨૪, સોમવાર

સમય:- બપોરે ૧૨:૦૦ કલાકે

સાયકલનો પ્રકાર:- Gang, Sik bikes

મોડલ: સને ૨૦૧૪

સાયકલની સંખ્યા- ૪૯

અપસેટ કિંમત (પ્રતિ સાયકલ):- ૪૫૦૦/-


Advt.

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment