હિન્દ ન્યુઝ, જામનગર
તા. ૨૮ મી જુલાઈ નાં રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર ગ્રામ્ય જિલ્લાની વ્યાપક બેઠક જોગી બાબા આશ્રમ (ઠેબા) જામનગર ખાતે રાખવામાં આવી હતી. બેઠકની શરૂઆત પ્રણાલિકા થી કરવામાં આવી. બેઠકમાં જિલ્લાના આઠે આઠ પ્રખંડ માંથી ઉપસ્થિત જવાબદાર કાર્યકર્તા હાજર રહ્યા હતા.
ઉપસ્થિત અધિકારી સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ સંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, જામનગર ગ્રામ્ય જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા ઉપાધ્યક્ષ કિશોરસિંહ જાડેજા, જિલ્લા મંત્રી પ્રીતમસિંહ વાળા અને જિલ્લા બજરંગદળ સંયોજક હેમતસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ 60 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે તે નિમિત્તે પ્રખંડ સમિતિ ગ્રામ્ય સુધી સમિતિ નું નિર્માણ થાય અને આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી હતી. પ્રખંડ અને જિલ્લામાં નવી જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ વ્યક્તિગત ગીત અને સમાપન સત્ર માં રવિરાજસિંહ જાડેજા નું માર્ગદર્શન મળેલું હતું. પ્રણાલીકા મુજબ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
Advt.