મતદારયાદી કાર્યક્રમ અન્વયે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.ડી.પરમારે જિલ્લાના ચાર રાજકીય પક્ષો સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ડાંગ 

    લોકશાહીના પાયાને વધુ મજબુત બનાવવા ક્ષતિરહીત મતદારયાદી તૈયાર કરવા અને મતદાનનો હક ધરાવતો એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચના આદેશ અનુસાર ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અનુસંધાને ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એન.ડી.પરમાર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે આજરોજ તા ૦૩/૧૧/૨૦૨૬ બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં રાજકીય પક્ષોને સદરહુ કાર્યક્રમ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ રાજકીય પક્ષોને સહયોગ આપવા અને ડાંગ જિલ્લાના તમામ નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. 

Related posts

Leave a Comment