મતદારયાદી કાર્યક્રમ અન્વયે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.ડી.પરમારે જિલ્લાના ચાર રાજકીય પક્ષો સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ડાંગ      લોકશાહીના પાયાને વધુ મજબુત બનાવવા ક્ષતિરહીત મતદારયાદી તૈયાર કરવા અને મતદાનનો હક ધરાવતો એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચના આદેશ અનુસાર ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અનુસંધાને ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એન.ડી.પરમાર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે આજરોજ તા ૦૩/૧૧/૨૦૨૬ બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં રાજકીય પક્ષોને સદરહુ કાર્યક્રમ અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ રાજકીય પક્ષોને સહયોગ આપવા અને ડાંગ જિલ્લાના તમામ નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. 

Read More

કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપતો મુખ્યમંત્રીનો વધુ એક મહત્ત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ➡️ રાજ્યની સરકારી તથા ગ્રાન્ટ-ઇન-એઇડ (અનુદાનિત) ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)માં તાલીમાર્થીઓને વ્યવસાયલક્ષી અને કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના હિતમાં સંવેદનશીલ નિર્ણય 🔹 રાજ્યની સરકારી અને અનુદાનિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોના માનદ વેતનમાં બમણો વધારો 🔹 દૈનિક મહત્તમ માનદ વેતન રૂ. 540થી વધારી રૂ. 1,080 અને માસિક મહત્તમ મર્યાદા રૂ. 14,040 થી વધારી રૂ. 28,080 કરાઈ 🔹 માનદ વેતન વધતાં વધુ શ્રેષ્ઠ ઇન્સ્ટ્રક્ટર્સ સેવાઓ આપશે, વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની અને અવિરત તાલીમ મળશે

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વલસાડમાં ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, વલસાડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને લોકો સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી વલસાડના તિથલ રોડ ખાતે નવનિર્મિત ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ અને લોકસભા દંડક ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શોપનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ઉપલબ્ધ ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ શોપને એક મોડલ સેન્ટર તરીકે શરૂ કરવામાં આવી છે, જ્યાં પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલી તાજી શાકભાજી, ફળો, અનાજ અને મધ ગ્રાહકો…

Read More