હિન્દ ન્યુઝ, વડોદરા શનિવારે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી તથા એસ.બી.આઈ. લાઈફના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર અને જિલ્લામાંથી નિવૃત્ત થનાર કર્મચારીઓનો ભવ્ય ‘નિવૃત્ત સન્માન કાર્યક્રમ’ બરોડા અલકાપુરી સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ટેકનિકલ ભવનના નાયબ નિયામક શ્રીમતી શિલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આનંદ પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે તેમજ એસ.બી.આઈ. લાઈફના પ્રાદેશિક નાયબ મેનેજર શશી શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ કર્મચારી સંઘોના પદાધિકારીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી નિવૃત્ત કર્મીઓને શુભકામનાઓ પાઠવી હતી. શહેર અને જિલ્લાની શૈક્ષણિક અને વહીવટી સેવાઓમાંથી નિવૃત્ત થયેલા…
Read MoreDay: November 2, 2026
સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી, દાહોદના અધિકારીઓ-કર્મચારીઓએ પ્રામાણિકતા અને સતર્કતાના શપથ લીધા
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા માહિતી કચેરી ખાતે સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રામાણિકતા, નિષ્ઠા અને સતર્કતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુથી આ શપથ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કચેરીના ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓએ દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી, ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવા તેમજ જાહેર જીવનમાં પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન અને જનજાગૃતિના હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. ૩૧…
Read More‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ નિમિત્તે શપથ ગ્રહણ
હિન્દ ન્યુઝ, ડાંગ જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગરના અધિકારીઓ અને કર્મચારીઓએ ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક માનસી દેસાઈની આગેવાનીમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને ભ્રષ્ટાચાર સામે અડગ રહેવાના શપથ લીધા. નાગરિકોને શ્રેષ્ઠ અને પારદર્શક સેવાઓ આપવા કચેરીનો સ્ટાફ હંમેશા કટિબદ્ધ છે.
Read Moreડાંગ જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફટાકડાંના વેચાણ અને ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર
હિન્દ ન્યુઝ, ડાંગ દિવાળી તથા અન્ય તહેવારો દરમિયાન ફટાકડાં ફોડતી વખતે આગના બનાવો, અકસ્માતો, ધ્વનિ અને વાયુ પ્રદૂષણને અટકાવવા તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફટાકડાંના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.એમ. જણકાટ (જી.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, સમગ્ર ડાંગ જિલ્લામાં નીચે મુજબના નિયમોનું પાલન કરવાનું રહેશે. જાહેર જનતાએ નીચેની સૂચનાઓનું પાલન કરવું: 1. દિવાળીના તહેવાર દરમિયાન રાત્રે ૦૮:૦૦થી ૧૦:૦૦ કલાક સુધી જ…
Read Moreસ્વતંત્રતા પૂર્વેથી આધુનિક યુગ સુધી; રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સર્વેક્ષણ વિભાગનું અવિરત યોગદાન
હિન્દ ન્યુઝ, કચ્છ ➡️ કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા; ગાંધીનગર ખાતે સર્વેક્ષણ વિભાગની કચેરી કાર્યરત ➡️ પરંપરાગત નકશાકરણને આધુનિક ડિજિટલ યુગ સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં કુલ 102 કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન્સ (CORS) સ્થાપિત કરવામાં આવ્યાં છે ➡️ ‘સ્વામિત્વ યોજના’ (SVAMITVA)માં એક મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ ભાગીદાર તરીકે આ વિભાગે ગુજરાતનાં ગ્રામીણ વસવાટ વિસ્તારોનું નકશાકરણ પૂર્ણ કરીને કુલ 14,866 ગામોના નકશા તૈયાર કર્યા ➡️ શહેરી જમીનના રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે કેન્દ્ર…
Read Moreચાર દાયકાથી માટીને ઘડી રહ્યા છે પ્રકાશમાં: ભીમજીભાઈ અને કલ્પનાબેનની અવિરત સાધના
હિન્દ ન્યુઝ, વડોદરા ભારતીય સંસ્કૃતિમાં માટીનો દીવડો માત્ર પ્રકાશનું સાધન નથી, પરંતુ શ્રદ્ધા, પવિત્રતા, શુભ શરૂઆત અને આશાનું પ્રતીક પણ છે. દિવાળીના પર્વે ઘરના આંગણાથી લઈને મંદિરો સુધી ઝળહળતા દીવડાઓ પાછળ કુંભાર સમાજની પેઢી દર પેઢી ચાલી આવતી મહેનત, કલા અને પરંપરા રહેલી છે. આધુનિકતાના યુગમાં પણ આ પરંપરાને પોતાના હાથની કળાથી જીવંત રાખી રહ્યાં છે વડોદરાના ભીમજીભાઈ પ્રજાપતિ અને તેમનાં પત્ની કલ્પનાબેન પ્રજાપતિ. ભીમજીભાઈ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ માટીના દીવડા બનાવવાના કામ સાથે જોડાયા હતા. ચાર દાયકાથી વધુ સમયથી તેઓ આ પરંપરાગત વ્યવસાયમાં કાર્યરત…
Read Moreરાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના ગ્રંથાલય દ્વારા પુસ્તક પ્રદર્શનનું આયોજન
હિન્દ ન્યુઝ, ડાંગ ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના કોલેજ ગ્રંથાલય દ્વારા એક વિશેષ પુસ્તક પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તેમજ કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને વાંચન સંસ્કૃતિનું સિંચન કરવાના ઉદ્દેશથી આ પ્રદર્શન યોજાયું હતું. આ પુસ્તક પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણમાં તેમના મહામૂલા પ્રદાન, દેશી રજવાડાંઓના ઐતિહાસિક એકીકરણ તેમજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, બંધારણ, ભારતનો ઇતિહાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રાષ્ટ્રપ્રેમ પ્રેરિત સાહિત્યના વિવિધ…
Read Moreદાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને CDPOશ્રીઓની માસિક રીવ્યુ બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ તા. 29/10/2026 ના રોજ જિલ્લા પંચાયત, દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને CDPOશ્રીઓની માસિક રીવ્યુ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા ઉપસ્થિત તમામ અધિકારીઓનું સ્વાગત કરી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત અમલી વિવિધ યોજનાઓ તથા મહત્વના કામગીરી સૂચકાંકોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી કેન્દ્રોની મુલાકાત, AVT head count, લાભાર્થી કવરેજ, FRS માધ્યમથી THR વિતરણ, આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ,બિલોના ચુકવણા,પૂર્ણ પોર્ટલ, પોષણ સંગમ, વોલ પેઇન્ટિંગ તથા આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી…
Read Moreડાંગ જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ડાંગ તાજેતરમાં રાજયમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા જુદા જુદા જળાશયો (નદી, તળાવ, નહેર વિગેરે) માં નહાવા પડેલા વ્યકિતઓના ડુબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવી હોય, સરકારશ્રીના ગૃહ વિભાગના પત્ર અન્વયે જયાં જયાં આવી ઘટનાઓ બનવાની શકયતાઓ હોય, તેવા સ્થળોએ કોઇ વ્યકિતઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે નહિ તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવા સુચના આપવામાં આવી છે. જેથી ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો, નદી, તળાવ, ધોધ, ચેકડેમ વિગેરે સ્થળોએ કોઈ પણ વ્યકિતઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ભારતીય…
Read Moreસતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ ઉજવણી અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના અધિકારીઓ કર્મચારીઓએ લીધા પ્રામાણિકતા અને સતર્કતાના શપથ
હિન્દ ન્યુઝ, વડોદરા પ્રાદેશિક માહિતી કચેરી વડોદરા ખાતે અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬ ઉજવણી અંતર્ગત દેશના આર્થિક, રાજકીય અને સામાજિક વિકાસમાં ભ્રષ્ટાચારમુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ દ્વારા દેશ અને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરતા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સક્રિય સહયોગ આપવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, ભ્રષ્ટાચારના નિર્મૂલન માટે જનજાગૃતિ લાવવા રાજ્ય સરકાર દ્વારા ગત તા.૩૧-૧૦-૨૦૨૬ થી આગામી તા.૦૬-૧૧-૨૦૨૬ દરમિયાન Vigilance Awareness Week-સતર્કતા જાગૃતિ સપ્તાહ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. સતર્કતા જાગૃતિ સપ્તાહના આ વર્ષ માટેના વિષય-વસ્તુને…
Read More