ચાર દાયકાથી માટીને ઘડી રહ્યા છે પ્રકાશમાં: ભીમજીભાઈ અને કલ્પનાબેનની અવિરત સાધના

હિન્દ ન્યુઝ, વડોદરા

    ભારતીય સંસ્કૃતિમાં માટીનો દીવડો માત્ર પ્રકાશનું સાધન નથી, પરંતુ શ્રદ્ધા, પવિત્રતા, શુભ શરૂઆત અને આશાનું પ્રતીક પણ છે. દિવાળીના પર્વે ઘરના આંગણાથી લઈને મંદિરો સુધી ઝળહળતા દીવડાઓ પાછળ કુંભાર સમાજની પેઢી દર પેઢી ચાલી આવતી મહેનત, કલા અને પરંપરા રહેલી છે. આધુનિકતાના યુગમાં પણ આ પરંપરાને પોતાના હાથની કળાથી જીવંત રાખી રહ્યાં છે વડોદરાના ભીમજીભાઈ પ્રજાપતિ અને તેમનાં પત્ની કલ્પનાબેન પ્રજાપતિ. ભીમજીભાઈ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારથી જ માટીના દીવડા બનાવવાના કામ સાથે જોડાયા હતા. ચાર દાયકાથી વધુ સમયથી તેઓ આ પરંપરાગત વ્યવસાયમાં કાર્યરત છે. વર્ષના ૩૬૫ દિવસ માટીકામ સાથે સંકળાયેલા રહીને તેઓ માત્ર દીવડા જ નહીં, પરંતુ અખંડ દીવો, કુલડી અને લગ્નપ્રસંગોમાં ઉપયોગમાં લેવાતાં પરંપરાગત માટીનાં ગુજરા પણ બનાવે છે. તેમની આ સફર માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ પરંપરાગત કુંભારકામ પ્રત્યેની નિષ્ઠા અને વારસાને આગળ ધપાવવાનો જીવંત દાખલો છે.

Related posts

Leave a Comment