સ્વતંત્રતા પૂર્વેથી આધુનિક યુગ સુધી; રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સર્વેક્ષણ વિભાગનું અવિરત યોગદાન

હિન્દ ન્યુઝ, કચ્છ 

➡️ કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા; ગાંધીનગર ખાતે સર્વેક્ષણ વિભાગની કચેરી કાર્યરત

➡️ પરંપરાગત નકશાકરણને આધુનિક ડિજિટલ યુગ સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં કુલ 102 કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન્સ (CORS) સ્થાપિત કરવામાં આવ્યાં છે

➡️ ‘સ્વામિત્વ યોજના’ (SVAMITVA)માં એક મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ ભાગીદાર તરીકે આ વિભાગે ગુજરાતનાં ગ્રામીણ વસવાટ વિસ્તારોનું નકશાકરણ પૂર્ણ કરીને કુલ 14,866 ગામોના નકશા તૈયાર કર્યા

➡️ શહેરી જમીનના રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે કેન્દ્ર સરકારના ભૂમિ સંસાધન વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ‘નકશા’ (NAKSHA) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે; આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ શહેરોનું નકશાકરણ પૂર્ણ

➡️ ભારતીય સર્વેક્ષણ વિભાગનું રાષ્ટ્રના નકશાકરણ, નાગરિકોનું સશક્તીકરણ અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં અવિરત યોગદાન

Related posts

Leave a Comment